Wednesday, May 14, 2025
Google search engine
HomeNewsBusinessમિસ્ત્રી મામલે ટાટા સન્સ પછી રતન ટાટાએ પણ સુપ્રીમનો દરવાજો ખટખટાવ્યો

મિસ્ત્રી મામલે ટાટા સન્સ પછી રતન ટાટાએ પણ સુપ્રીમનો દરવાજો ખટખટાવ્યો

નવી દિલ્હી: સાયરસ મિસ્ત્રીના મામલામાં ગઈકાલે ટાટા સન્સ પછી આજે રતન ટાટાએ નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)ના ચુકાદાને પડકારતા સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. રતન ટાટાએ એવી દલીલ કરી છે કે એપેલેટ ટ્રીબ્યુનલે કોઈ પણ હકીકતો કે કાયદાકીય આધાર વગર જ તેમને દોષિત ઠરાવી દીધા છે. મહત્વનું છે કે સાયરસ મિસ્ત્રીને ઓક્ટોબર,2016માં ટાટા સન્સના ચેરમેન પદ પરથી દૂર કરવામાં આવ્યા બાદ આ કેસમાં ટ્રિબ્યુનલે ગત 18 ડિસેમ્બરના રોજ તેનો ચુકાદો આપ્યો હતો. ચુકાદામાં કહ્યું હતું કે રતન ટાટાનું વલણ ભેદભાવપૂર્ણ અને દમનકારી હતું. મિસ્ત્રીની ટાટા સન્સના ચેરમેન તરીકે ફરી નિમણૂક કરવામાં આવે.

રતન ટાટાએ કહ્યું છે કે ટ્રિબ્યુનલનું નિષ્કર્ષ ખોટુ છે, તે કેસના રેકોર્ડની તદ્દન વિપરીત છે. આ ચુકાદામાં કોઈ ચોક્કસ વાતનો પ્રચાર કરવામાં આવ્યો છે, જ્યારે સંબંધિત હકીકત અને રેકોર્ડને દબાવી દેવામાં આવ્યો છે. રતન ટાટાએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે ટ્રિબ્યુનલના ચુકાદાને નકારવામાં આવે.

ટાટા સન્સે પણ ગુરુવારે ટ્રિબ્યુનલના ચુકાદાને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ટાટા સન્સે વચગાળાની રાહત તરીકે ટ્રિબ્યુનલના ચુકાદા પર સ્ટેની માંગ કરી હતી. તેણે દલીલ કરી હતી કે એપેલેટ ટ્રિબ્યુનલના ચુકાદાએ કોર્પોરેટ ડેમોક્રેસીને નબળી પાડી છે.

આરઓસની અરજી પર ટ્રિબ્યુનલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLAT) એ શુક્રવારે ટાટા-મિસ્ત્રી કેસમાં કંપનીના રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (આરઓસી)ની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. એનસીએલએટી, તેના તાજેતરના આદેશમાં સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવવાનો આદેશ આપ્યો છે. કોર્પોરેટ અફેર્સ મંત્રાલય હેઠળ કંપનીના રજિસ્ટ્રાર ઓફ (આરઓસી) એ ટ્રિબ્યુનલને આ હુકમમાં થોડો સુધારો કરવા અપીલ કરી હતી. NCLAT જસ્ટીસ એસ.જે. મુખોપાધ્યાયની અધ્યક્ષતાવાળી બે સભ્યોની ખંડપીઠે સંકેત આપ્યો છે કે અરજી પર આદેશ આવતા સપ્તાહે સોમવારે આવી શકે છે. સુનાવણી દરમ્યાન કોર્પોરેટ અફેર્સ કોર્પોરેટ બાબતના મંત્રાલયે સુનવણી દરમીયાન પોતાના કર્તવ્યોના નિર્વાહન કરવા અને ટાટા સન્સને પબ્લિક કંપની માંથી પ્રાઇવેટ કંપનીમાં બદલવાની પ્રક્રિયામાં કંઇ પણ અવૈધ કે નુક્સાન નથી કર્યું.

ઉલ્લેખનીય છે કે આગામી 9 જાન્યુઆરીએ ટાટા ગ્રુપની ફ્લેગશીપ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ(ટીસીએસ)ની બોર્ડ બેઠક થનાર છે. ટાટા સન્સના વકીલ એમ ઈચ્છી રહ્યાં છે કે 6 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટ શરૂ થાય કે તરત જ આ મામલી સુનાવણી થાય. ટ્રિબ્યુનલે મિસ્ત્રીને હટાવી એન ચંદ્રશેખરનની ચેરમેન તરીકે નિમણૂંક કરવાના ટાટા સન્સના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. ટાટા સન્સને અપીલ માટે 4 સપ્તાહનો સમય મળ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular