Monday, May 19, 2025
Google search engine
HomeNewsBusinessઆઇસી15 ઇન્ડેક્સમાં 893 પોઇન્ટની વૃદ્ધિ 

આઇસી15 ઇન્ડેક્સમાં 893 પોઇન્ટની વૃદ્ધિ 

મુંબઈઃ ફેડરલ રિઝર્વે આખરે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હોવાથી તેને લગતી અનિશ્ચિતતા દૂર થતાં ક્રીપ્ટોકરન્સીમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. બિટકોઇન ફરી એક વાર 41,000 ડૉલરની ઉપર પહોંચ્યો છે.

ફેડરલ રિઝર્વે કોરોના રોગચાળાની સ્થિતિમાં શરૂ કરેલી ઉદાર નાણાં નીતિનો સમયગાળો હવે પૂરો થયો છે અને વ્યાજદરમાં 25 બેઝિસ પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે હજી છ વખત વ્યાજદરમાં વધારો કરવામાં આવવાની શક્યતા છે.

બીજી બાજુ, અમેરિકાના એનર્જી ઇન્ફર્મેશન ઍડમિનિસ્ટ્રેશને કહ્યું છે કે આગામી મહિનાઓમાં ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ 100 ડૉલર કરતાં વધારે રહેશે.

બિટકોઇનની સાથે સાથે ઈથેરિયમમાં પણ વૃદ્ધિ થઈ છે. ઈથેરિયમ 3 ટકા વધીને 2,700 ડૉલરની આસપાસ ચાલી રહ્યો છે.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.55 ટકા (893 પોઇન્ટ) વધીને 58,396 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 57,503 ખૂલીને 59,241 સુધીની ઉંચી અને 56,142 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
57,503 પોઇન્ટ 59,241 પોઇન્ટ 56,142 પોઇન્ટ 58,396

પોઇન્ટ

ડેટાનો સમયઃ 17-3-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular