Monday, May 19, 2025
Google search engine
HomeNewsBusinessએમેઝોનના સ્થાપક જેફ બેઝોસ CEO પદેથી રાજીનામું આપશે

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ CEO પદેથી રાજીનામું આપશે

નવી દિલ્હીઃ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ CEO પદથી આજે રાજીનામું આપવાના છે. 57 વર્ષીય બેઝોસ એમેઝોનના CEO પદેથી રાજીનામું આપશે અને તેમની જગ્યાએ લાંબા સમયથી એમેઝોન વેબ સિરીઝના CEO રહેલા એન્ડી જેસી એમેઝોનું સુકાન સંભાળશે.

બેઝોસ વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ છે. તેમણે 27 વર્ષ પહેલાં એમેઝોનની શરૂઆત એક ઓનલાઇન બુક સ્ટોરના રૂપમાં એક ગેરેજથી કરી હતી. તેઓ ઓર્ડર આવ્યા પછી ખુદ પેકેજિંગ કરતા હતા અને પોસ્ટ ઓફિસ સુધી પહોંચાડતા હતા, પણ તેમનો કોન્સેપ્ટ એટલો લોકપ્રિય થઈ ગયો કે તેઓ વિશ્વભરમાં છવાઈ ગયા.હવે એમેઝોને ઈ-કોમર્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, ડિજિટલ સ્ટ્રિમિંગ જેવાં ક્ષેત્રોમાં વિસ્તરણ કર્યું હતું. એમેઝોન પૃથ્વી પરની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ છે, જેની માર્કેટ વેલ્યુ 1.7 લાખ કરોડ ડોલર છે. ભૂતપૂર્વ પત્ની મેકેન્ઝી સ્કોટની સાથે છૂટાછેડાની સમજૂતી પછી પણ જેફ બેઝોસની કુલ સંપત્તિ આશરે 200 અબજ ડોલર છે, જેમાં તેમણે પોતાની પત્નીને કેટલોક હિસ્સો આપ્યો હતો. જેફ બેઝોસનું ભાગ્ય 196 કરોડ ડોલર સુધી વધ્યું હતું, જ્યારે સૌપ્રથમ વાર મેગેઝિનમાં સૌથી શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં નોંધવામાં આવ્યું હતું. વર્ષ 2019 પછી બેઝોસની સંપત્તિમાં 73 ટકાનો વધારો થયો હતો. તેમની 90 ટકા સપત્તિ એમેઝોન થકી છે, એમ ફોર્બ્સ મેગેઝિન કહે છે. તેમના અન્ય નાણાં પ્રોજેક્ટ્સ બ્લુ ઓરિજિન અને અમેરિકન ડેઇલી વોશિંગ્ટન પોસ્ટમાં છે. બેઝોસ તેમની આવકના પ્રમાણમાં ઇન્કમ ટેક્સની ઓછો ભરે છે.

જેફ બેઝોસ જીવનના આગામી તબક્કા તરફ વધી રહ્યા છે, જેમાં ફિલ્મો, અંતરિક્ષ અને પરોપકાર સામેલ છે. તેમણે રાજીનામાને લઈને કહ્યું છે કે હું મારી શક્તિ નવાં ઉત્પાદનો અને નવી પહેલ પર કેન્દ્રિત કરવાનો ઇરાદો રાખું છું. તેમણે 13 લાખ કર્મયચારીઓને કહ્યું હતું કે મને લાગે છે કે આ સંગઠનોના પ્રભાવ વિશે હું બહુ ભાવુક છું.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular