Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsBusinessએમેઝોનનું 20:1નું શેર-વિભાજન, 10 અબજ $ના શેરોના બાયબેકની ઘોષણા

એમેઝોનનું 20:1નું શેર-વિભાજન, 10 અબજ $ના શેરોના બાયબેકની ઘોષણા

વોશિંગ્ટનઃ ઈ-કોમર્સ ક્ષેત્રે અગ્રણી કંપનીએ તેના શેરોને 20:1ના વિભાજનને મંજૂરી આપી છે. આ ઉપરાંત કંપનીએ 10 અબજ ડોલરના શેરોના બાયબેકની યોજના બનાવી છે, એમ એમેઝોન. કોમ ઇન્કે જણાવ્યું હતું. આ સમાચારોએ કંપનીના શેરોમાં સાત ટકાનો ઉછાળો આવ્યો હતો. કંપની દ્વારા 1999 પછી આ પહેલું શેરોનું વિભાજન છે અને રોકાણકારોને પ્રત્યેક શેરના બદલામાં 19 વધારાના શેરો મળશે. આ વિભાજન પછી નવા શેરોમાં ટ્રેડિંગ છઠ્ઠી જૂનથી શરૂ થશે.

એમેઝોનનો શેર ગઈ કાલે 2785.58એ બંધ થયો હતો, જે છેલ્લાં બે વર્ષોમાં આશરે બે ગણો થયો છે. કોરોના રોગચાળાના સમયમાં ઈ-કોમર્સ અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ બિઝનેસમાં નોંધપાત્ર વધારો થયો હતો.એમેઝોનના શેર વિભાજન ગૂગલના આલ્ફાબેટ ઇન્ક દ્વારા ઘોષિતના સમાન છે. ગયા મહિને કેટલીક લાર્જ કેપ કંપનીઓ જેવી કે એપલ, ટેસ્લા અને Nવિડિયા જેવી કંપનીઓએ વર્ષ 2020માં શેરોનું વિભાજન કર્યું હતું.આ શેર વિભાજન અમારા કર્મચારીઓને કંપનીમાં પોતાના ઈક્વિટીનો વહીવટ કરવા અને કંપનીમાં રોકાણ કરવા માગતા લોકો માટે શેર કિંમતને વધુ સુલભ બનાવશે.

એમેઝોને શેરોના બાયબેક 2016માં કંપનીના ડિકરેક્ટર હોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરેલા 5 અબજ ડોલરના સ્ટોક બાયબેકની જગ્યા લેશે, જે હેઠળ કંપનીએ શેરોની 2.12 અબજ ડોલરની પુનર્ખરીદી કરશે. આ વર્ષે કંપનીના શેરોમાં આશરે 16 ટકાનો ઘટાડો થયા પછી કંપનીની માર્કેટ કેપ આશરે 1.4 અબજ ડોલર સુધી પહોંચી ગયું હતું.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular