Sunday, May 18, 2025
Google search engine
HomeNewsBusinessએર ઈન્ડિયાના પાઈલટ્સની રજાઓ અચાનક રદ કરાઈ

એર ઈન્ડિયાના પાઈલટ્સની રજાઓ અચાનક રદ કરાઈ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર હસ્તકની એરલાઈન એર ઈન્ડિયાએ આજે એક ઓર્ડર બહાર પાડીને તેના પાઈલટ્સને જણાવ્યું છે કે એમની તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.

તમામ પાઈલટ્સને મોકલવામાં આવેલા ઈમેલમાં જણાવાયું છે કે, કોકપિટ ક્રૂ સભ્યોની તમામ રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે. તે છતાં કોઈને અત્યંત તાકીદની જરૂર હશે તો રજા મંજૂર કરવામાં આવશે. (ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસ રોગચાળા દરમિયાન ઘણા પાઈલટ્સ રજા પર હતા અને એમની સેવાઓનો સંપૂર્ણપણે ઉપયોગ કરી શકાયો નહોતો).

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular