Thursday, July 17, 2025
Google search engine
HomeNewsBusinessફંડ એકત્ર કર્યા પછી બાયજુનું મૂલ્યાંકન $18 અબજે પહોંચ્યું

ફંડ એકત્ર કર્યા પછી બાયજુનું મૂલ્યાંકન $18 અબજે પહોંચ્યું

નવી દિલ્હીઃ દેશની સૌથી મૂલ્યવાન ઓનલાઇન શિક્ષણ ક્ષેત્રની કંપની બાયજુએ રોકાણકારો પાસેથી 30 કરોડ ડોલર (રૂ. 2200 કરોડ) એકત્ર કર્યા છે. કંપનીએ એકઠા કરેલા ફંડ પછી કંપનીનું મૂલ્ય આશરે 18 અબજ ડોલર થયું છે, જે ગઈ વખતે ફંડ એકત્ર કર્યા પછી 16.5 અબજ ડોલર હતું.

બાયજુએ ન્યુ યોર્કની ઓક્સશોર્ટ કેપિટલ પાર્ટનર્સની આગેવાની હેઠળ ફંડિંગ રાઉન્ડમાં રૂ. 2200 કરોડ એકત્ર કર્યા છે. કંપનીએ ઓક્સશોટને 77,174 શેર  ઇસ્યુ કર્યા છે. જેમાં ઓક્સશોટે રૂ. 2,85,062ની કિંમતે  40,000થી વધુ શેર ખરીદ્યા છે.

બાયજુ 18 અબજ ડોલરની સાથે દેશની સૌથી મૂલ્યવાન ખાનગી ઇન્ટરનેટ કંપની બની ગઈ છે. કંપનીએ ફિનટેક કંપની પેટીએમને પાછળ રાખી દીધી છે. આ એડટેક સ્ટાર્ટઅપે ફેસબુકના સંહસંસ્થાપક એડ્યુર્ડો સેવરિન બી કેપિટલ ગ્રુપ, UBS ગ્રુપ અને બ્લેકસ્ટોન પાસેથી આ વર્ષે તબક્કાવાર રીતે 1.5 અબજ ડોલર એકઠા કર્યા હતા.

કંપની જુલાઈમાં એડટેક સ્ટાર્ટઅપ ગ્રેટ લર્નિંગનું 60 કરોડ ડોલરમાં હસ્તાંતરણ કર્યું હતું ને US સ્થિત કિડ્સ ડિજિટલ રીડિંગ પ્લેટફોર્મ એપિકને હસ્તગત કરવા માટે 50 ડોલર ફાળવ્યા હતા. કંપનીએ આ વર્ષે અત્યાર સુધીમાં હસ્તાંતરણ માટે બે અબજ ડોલરથી વધુનો ખર્ચ કર્યો છે, જેમાં ભારતીય હરીફ કંપની ટોપર પણ સામેલ છે, જેની સત્તાવાર ઘોષણા કંપની દ્વારા કરવાની બાકી છે.

ભારતનું એડટેક ક્ષેત્ર આગામી પાંચ વર્ષમાં 3.7 ગણું વધીને 10.4 અબજ ડોલર થવાનો અંદાજ છે, જે વર્ષ 2020માં 2.8 અબજ ડોલર હતું, એમ EY-IVCAનો રિપોર્ટ કહે છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular