Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsBusinessETF ક્ષેત્રે આદિત્ય બિરલા સન લાઈફ AMCની સ્થિતિ મજબૂત બની

ETF ક્ષેત્રે આદિત્ય બિરલા સન લાઈફ AMCની સ્થિતિ મજબૂત બની

મુંબઈ: આદિત્ય બિરલા કેપિટલની સબસિડિયરી કંપની આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિમિટેડ કે જે આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડની ઈન્વેસ્ટમેન્ટ મેનેજર છે તેણે ઈટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ) ક્ષેત્રે પોતાની સ્થિતિ મજબૂત કરી છે. કંપનીએ જણાવ્યું છે કે 1 એપ્રિલ, 2022થી 28 ફેબ્રુઆરી, 2023ના સમય ગાળામાં આદિત્ય બિરલા સન લાઈફ નિફ્ટી બેન્ક ઈટીએફની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) 25 ગણી વધીને રૂ.2000 કરોડના આંકને વટાવી ગઈ છે.

આ સિદ્ધિ વિશે આદિત્ય બિરલા સન લાઈફ એએમસીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ એ. બાલાસુબ્રમણિયને કહ્યું, “આદિત્ય બિરલા સન લાઈફ નિફ્ટી બેન્ક ઈન્ડેક્સને રોકાણકારોના મળેલા અદ્ભૂત પ્રતિસાદનો અમને આનંદ છે. બેન્ક ક્ષેત્રે કરેલી મજબૂત કામગીરી આ નોંધપાત્ર સફળતાનું કારણ છે અને આ પ્રવાહ ભવિષ્યમાં ચાલુ રહેશે. મારું મક્કમપણે માનવું છે કે દેશના આર્થિક વિકાસ માટે મજબૂત બેન્કિંગ ક્ષેત્રનો ટેકો આવશ્યક છે.”

આદિત્ય બિરલા સન લાઈફ નિફ્ટી બેન્ક ઈટીએફ ઓપન એન્ડેડ ઈટીએફ ફંડ છે, જે નિફ્ટી બેન્ક ઈન્ડેક્સને અનુસરે છે. લાંબા ગાળાની મૂડીવૃદ્ધિ ઈચ્છતા રોકાણકારો માટે 23 ઓક્ટોબર 2019ના રોજ  આ ફંડ શરૂ કરવામાં આવેલું. આદિત્ય બિરલા સન લાઈફ એએમસીની ઈટીએફ હેઠળની એયુએમ વર્તમાન નાણાકીય વર્ષના પ્રારંભથી 28 ફેબ્રુઆરી, 2023 સુધીમાં ત્રણ ગણી વધીને રૂ.4000 કરોડથી અધિકની થઈ છે. ફંડનાં અન્ય ઈટીએફની એયુએમમાં પણ આ ગાળા દરમિયાન વધારો નોંધાયો છે. આદિત્ય બિરલા સન લાઈફ નિફ્ટી 50 ઈટીએફની એયુએમમાં 72 ટકાનો, ગોલ્ડ ઈટીએફમાં 50 ટકાનો અને સિલ્વર ઈટીએફની એયુએમમાં 76 ટકાનો વધારો નોંધાયો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular