Thursday, May 22, 2025
Google search engine
HomeNewsBusinessઆદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ 'સહયોગ'

આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ ‘સહયોગ’

મુંબઈ તા. 2 નવેમ્બર, 2022: આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડની સબસિડિયરી કંપની આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિમિટેડએ કર્મચારીઓ અને તેમના કુટુંબોના કલ્યાણ માટેની એક યોજના “સહયોગ”નો પ્રારંભ કર્યો છે. આ એક એવી યોજના છે, જેમાં બીજાના સારા આર્થિક ભાવિ માટે રોકાણ કરી શકાય છે. તમે તમારા જીવનને બહેતર બનાવતી કોઈ પણ વ્યક્તિ જેવી કે તમારા ડ્રાઈવર, માળી, રસોયાઓ કે અન્ય નોકરોના ભાવિને સુરક્ષિત કરી શકો છો.

સહયોગ પહેલી એવા પ્રકારની પહેલ છે કે જેમાં કર્મચારી માટે સ્થિર, લાંબા ગાળાનું રોકાણ થઈ શકે છે. આ યોજનાને ખુલ્લી મૂકતાં આદિત્ય બિરલા લાઈફ એએમસીના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર એ. બાલાસુબ્રહ્મણ્યને કહ્યું કે સહયોગ યોજના સમાજના દરેક વર્ગને સમર્થ બનાવે છે. તે તમારા કર્મચારીઓ અને તેમના કુટુંબની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવવા માટેની તક પૂરી પાડે છે. તમારા સ્ટાફ માટે એસઆઈપી લઈને તમે કૃત્ઘનતા વ્યક્ત કરી શકો છો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular