Sunday, May 18, 2025
Google search engine
HomeNewsBusinessઆદિત્ય બિરલા સન લાઈફે મલ્ટીએસેટ એલોકેશન સ્કીમ લોન્ચ કરી

આદિત્ય બિરલા સન લાઈફે મલ્ટીએસેટ એલોકેશન સ્કીમ લોન્ચ કરી

મુંબઈ તા.9, જાન્યુઆરી, 2023: આદિત્ય બિરલા સન લાઈફ એએમસીએ ઈક્વિટી, ડેબ્ટ અને કોમોડિટીઝમાં મૂડીરોકાણ કરવા એક ઓપન એન્ડેડ સ્કીમ લોન્ચ કરી છે, જે જોખમ અને વળતરનું સંતુલન સાધવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને એ માટે બહુવિધ અસ્ક્યામતોને યોગ્ય વેઈટેજ આપશે. આ નવી ફંડ ઓફર 11 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી, 2023 દરમિયાન ખુલ્લી રહેશે.

 

આ ફંડ વિશે આદિત્ય બિરલા સન લાઈફ એએમસીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ એ. બાલાસુબ્રમણિયને કહ્યું છે કે આદિત્ય બિરલા સન લાઈફ મલ્ટી એસેટ એલોકેશન ફંડ રોકાણકારોને વૈવિધ્યપૂર્ણ એસેટ એલોકેશન પૂરું પાડે છે. આ સ્કીમ પીઢ તેમ જ નવા એમ બંને વર્ગના રોકાણકારો માટે શ્રેષ્ઠ છે, કારણ કે તેમાં રોકાણ, ટ્રેકિંગ અને બહુવિધ રોકાણ વ્યૂહો સંબંધિત સ્ટ્રેસ ઓછો થાય છે. ફંડ ઉચ્ચ ગુણવત્તા યુક્ત ડેબ્ટમાં અને મની માર્કેટ સિક્યુરિટીઝમાં રોકાણ કરીને ઓછા જોખમે આવક રળશે.

આ સ્કીમની મુખ્ય હાઈ લાઈટ્સ જોઈએ તો ઈક્વિટી પોર્શન માટે લાર્જ કેપ ઝુકાવ સાથે ફ્લેક્સી કેપ અભિગમ અપનાવવામાં આવશે. ફિક્સ્ડ ઈન્કમ પોર્ટફોલિયો માટે મોટે ભાગે એક્રુઅલ વ્યૂહ અપનાવાશે. ઈક્વિટીમાં 65-80 ટકા, ફિક્સ્ડ ઈન્કમ પોર્ટફોલિયોમાં 10-25 ટકા અને કોમોડિટીઝમાં 10-25 ટકાનું રોકાણ કરવામાં આવશે. બજારની અનિશ્ચિતતાના રક્ષણ તરીકે કોમોડિટીમાં રોકાણ કરવામાં આવશે. ફિક્સ્ડ ઈન્કમ પોર્ટફોલિયો એકંદર પોર્ટફોલિયોને સ્થિરતા બક્ષશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular