Saturday, June 28, 2025
Google search engine
HomeNewsBusinessભારતીય કંપનીઓમાં અદાણી ગ્રુપ સૌથી વધુ આકર્ષક છેઃ નોમુરા

ભારતીય કંપનીઓમાં અદાણી ગ્રુપ સૌથી વધુ આકર્ષક છેઃ નોમુરા

નવી દિલ્હીઃ બ્રોકરેજ અને રિસર્ચ ફર્મ નોમુરાએ અદાણી ગ્રુપને ભારતીય કંપનીઓમાં સૌથી વધુ આકર્ષક ગણાવ્યું છે. નોમુરા જણાવે છે કે પોર્ટ્સથી પાવર સુધીના બિઝનેસ સાથે સંકળાયેલા જૂથને તાજેતરના US જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ ઊથલપાથલની કોઈ અસર નહીં થાય.

અદાણી ગ્રુપની લિક્વિડિટી મેનેજમેન્ટ અવેરનેસમાં એક વર્ષ અગાઉની સરખામણીમાં નોંધપાત્ર સુધારો થયો છે. અદાણી ગ્રુપની કંપનીઓના શેરના ભાવમાં મોટા ફેરફારો વચ્ચે પ્રમોટર શેર પ્લેજ લોન વિશે ચિંતિત નથી, કારણ કે ભૂતકાળમાં પણ આવાં જોખમોનું સફળ સંચાલન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ જો અદાણી જૂથ ટૂંકા ગાળામાં તેની વૃદ્ધિ અંગે ઓછું મહત્વાકાંક્ષી હોય, તો જૂથ ઊથલપાથલનો સામનો સહેલાઈથી કરી શકશે.

વર્ષ 2023ની શરૂઆતમાં અદાણી-હિંડનબર્ગ એપિસોડની તુલનામાં- અદાણી જૂથની તરલતા વ્યવસ્થાપન જાગૃતિમાં અર્થપૂર્ણ સુધારો થયો છે અને તે ટૂંકા ગાળાની તરલતાની પર્યાપ્ત સ્થિતિ સાથે તોફાનનો સામનો કરવા સક્ષમ છે, એમ રિસર્ચ ફર્મ જણાવે છે.અદાણી મેનેજમેન્ટના નિવેદનને ટાંકીને  રિસર્ચ ફર્મે જણાવ્યું હતું કે ‘DoJ દ્વારા લાવવામાં આવેલા આરોપો ભ્રષ્ટાચારવિરોધી કરારના ઉલ્લંઘનને સાબિત કરતા નથી. માત્ર દોષિત ઠરાવને ઉલ્લંઘનનો સંકેત ગણી શકાય’. અદાણી ગ્રુપે મૂડી ખર્ચમાં ઘટાડો અને બોન્ડ બાયબેક પ્લાન સહિત બોન્ડના ભાવને ટેકો આપવા માટે વ્યાપક યોજનાઓની જાહેરાત કરી છે. રિસર્ચ ફર્મનું માનવું છે કે અદાણી કંપનીઓના બોન્ડનું ટ્રેડિંગ ક્રમિક રીતે 7-8 ટકાના સ્તરે હોવું જોઈએ. રિસર્ચ ફર્મ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ, અદાણી ઈન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ, અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ, અદાણી ટી-વન ટ્રાન્સમિશન લિમિટેડ અને અદાણી રિન્યુએબલ એનર્જી લિમિટેડ માટે બોન્ડના ભાવમાં વધારાની અપેક્ષા રાખે છે.

વર્તમાન બોન્ડની કિંમતો પર જોખમ આકર્ષક નથી, પરંતુ અદાણીમાં લાંબા સમય સુધી અમને વધુ પોટેન્શિયલ દેખાય છે. અદાણી ગ્રીન એનર્જીના ભાવમાં સાત પોઈન્ટ સુધીનો વધારો થવાની શક્યતા છે અને અન્ય કંપનીઓ માટે તે 2-4 પોઈન્ટનો વધારો થવાની શક્યતા છે, એમ રિસર્ચ ફર્મે જણાવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular