Saturday, September 6, 2025
Google search engine
HomeNewsBusinessસપ્ટેમ્બરના અંત પહેલા ‘આધાર’-નંબર લિન્ક કરી લેજો

સપ્ટેમ્બરના અંત પહેલા ‘આધાર’-નંબર લિન્ક કરી લેજો

મુંબઈઃ સપ્ટેમ્બર મહિનામાં અમુક ફેરફારો કરી લેવાથી તમારા રોજિંદા જીવનમાં મહત્ત્વની અસર થશે. ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ માટેની ડેડલાઈન, આધાર કાર્ડના નંબરને PAN કાર્ડ સાથે લિન્ક કરવો, આધાર કાર્ડ નંબરને પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ સાથે લિન્ક કરવો – આ બધું સપ્ટેમ્બર મહિનાના અંત પહેલાં કરી લેજો. નાણાં સંબંધિત તમામ કામગીરીઓને આધાર નંબર સાથે જોડવાનું ખૂબ મહત્ત્વનું છે.

કરદાતાઓ તરફથી મળેલી વિનંતીઓને પગલે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલિંગની આખરી તારીખને 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી છે. જો કોઈ વ્યક્તિ આ ડેડલાઈન પહેલા એનું કામ પૂરું કરવામાં નિષ્ફળ જશે તો એણે લેટ ફી તરીકે રૂ. 5,000નો દંડ ચૂકવવો પડશે. આ તારીખ પૂર્વે વ્યક્તિએ પોતાના આધાર નંબરને પોતાના પેન-કાર્ડ સાથે લિન્ક કરવાનો રહેશે, જે ફરજિયાત છે. સરકાર લોકોની સુવિધા ખાતર ડેડલાઈનને અનેકવાર લંબાવી ચૂકી છે.

સરકારે કર્મચારીના આધાર નંબરને પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ સાથે લિન્ક કરવાનું ફરજિયાત બનાવ્યું છે જેથી કર્મચારીને સંપૂર્ણ લાભ મળી શકે. એવી જ રીતે, જો તમારો ડીમેટ એકાઉન્ટ હોય કે ટ્રેડિંગ એકાઉન્ટ હોય તો તમારે 30 સપ્ટેમ્બર સુધીમાં તમારી KYC (નો-યોર-કસ્ટમર) વિગતો સુપરત કરવાની રહેશે. જો તમે આ ડેડલાઈન ચૂકી જશો તો તમારો ડીમેટ એકાઉન્ટ આપોઆપ નિષ્ક્રિય થઈ જશે.

ઓટો-ડેબિટ સોદાઓને લગતો નિયમ આવતા ઓક્ટોબરથી અમલમાં આવશે, પણ એ માટેની સંમતિ સપ્ટેમ્બરમાં જ આપવાની રહેશે. આવતી 1 ઓક્ટોબરથી તમારા બેન્ક એકાઉન્ટમાંથી કોઈ પણ ઓટો-ડેબિટ પેમન્ટ માટે તમારે બે-સ્તરીય ઓથેન્ટિફિકેશન પ્રક્રિયા પૂરી કરવાની રહેશે. તમારે તમારી બેન્કના રેકોર્ડમાં તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરને અપડેટ કરાવવો જ પડશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular