Monday, May 19, 2025
Google search engine
HomeNewsBusinessFY21માં રેકોર્ડ 1.42 કરોડ નવાં ડીમેટ એકાઉન્ટ ખૂલ્યાં

FY21માં રેકોર્ડ 1.42 કરોડ નવાં ડીમેટ એકાઉન્ટ ખૂલ્યાં

મુંબઈઃ વૈશ્વિક કોરોના રોગચાળા અને વેપારમાં આવતા અવરોધોને કારણે અને નવી મૂડીરોકાણની તકો વધી હોવાને લીધે નાણાકીય વર્ષ 2021માં ભારતીય રોકાણકારોએ રેકોર્ડ1.42 કરોડ નવા ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યાં છે, જે ગયા નાણાકીય વર્ષની તુલનામાં ત્રણ ગણા વધુ છે, જ્યારે નાણાકીય વર્ષ 20માં 49 લાખ ડીમેટ એકાઉન્ટ ખૂલ્યાં હતાં. જ્યારે છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષની સરેરાશ 43 લાખ ડીમેટ એકાઉન્ટની છે, એમ નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિ. (NSDL) અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિ. (CDSL)ના ડેટા દર્શાવે છે.

માર્ચ, 2021માં 19 લાખ ડીમેટ એકાઉન્ટ ખૂલ્યાં હતાં, જે અત્યાર સુધીનો સૌથી વધુ મન્થ્લી વધારો છે, જે દર્શાવે છે રોકાણકારો પરંપરાગત સાધનો જેવાં કે ગોલ્ડ, રિયલ એસ્ટેટ અને બેન્ક ડિપોઝિટને બદલે તેમની બચત શેરોમાં રોકણ કરવાનું પસંદ કરી રહ્યા છે. રોકાણકારો શેર કે બોન્ડમાં તેમના મૂડીરોકાણની કરવા માટે ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યાં હતાં. ડીમેટમાં સિક્ટોરિટી ડિજિટલ ફોર્મેટમાં રહે છે.

ગયા વર્ષે માર્ચમાં લોકડાઉનને પગલે શેરબજારોમાં કડાકો બોલી ગયો હતો, જોકે એ પછી નાણાકીય વર્ષ 21માં શેરબજારોમાં આગઝરતી તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ 68 ટકા વધ્યો હતો,જ્યારે BSE 500 77 ટકા વધ્યો હતો.

સેબીના જણાવ્યાનુસાર લોકડાઉનના સમયમાં પ્રતિ મહિને પાંચ લાખ નવા ડીમેટ એકાઉન્ટ ખૂલ્યાં હતાં, જેમાં આશરે 65 ટકા નવા યુવા છે. જેથી કુલ ડીમેટ એકાઉન્ટનો આંકડો 4.5 કરોડે પહોંચ્યો છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular