Monday, May 19, 2025
Google search engine
HomeNewsBusinessવૈશ્વિક સ્તરે છટણીનો ટ્રેન્ડ: 71% ભારતીયો નોકરી અંગે નિશ્ચિંત

વૈશ્વિક સ્તરે છટણીનો ટ્રેન્ડ: 71% ભારતીયો નોકરી અંગે નિશ્ચિંત

મુંબઈઃ એડટેક કંપની ગ્રેટ લર્નિંગ દ્વારા હાલમાં જ હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણ પરથી માલુમ પડ્યું છે કે દુનિયામાં આર્થિક મંદીના ગભરાટ વચ્ચે અનેક કંપનીઓમાં મોટા પાયે છટણી થઈ રહી છે ત્યારે ભારતમાં 71 ટકા પ્રોફેશનલ વ્યક્તિઓને વિશ્વાસ છે કે 2023માં તેઓ એમની નોકરીને જાળવી શકશે.

0-3 વર્ષ સુધીનો અનુભવ ધરાવતા પ્રોફેશનલ્સમાં 63 ટકા લોકોને વિશ્વાસ છે કે તેઓ આ વર્ષમાં એમની નોકરી ટકાવી શકશે. 6 વર્ષથી વધારે અનુભવ ધરાવતા લોકોમાં 83 ટકા જણને આશા છે કે આ વર્ષમાં એમની નોકરી પર કોઈ જોખમ નહીં આવે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular