Friday, May 23, 2025
Google search engine
HomeNewsEntertainmentસોનાક્ષી સિન્હાના લગ્ન બાદ સામે આવી ભાઈ લવ સિન્હાની પ્રતિક્રિયા

સોનાક્ષી સિન્હાના લગ્ન બાદ સામે આવી ભાઈ લવ સિન્હાની પ્રતિક્રિયા

મુંબઈ: સોનાક્ષી સિન્હાના જોડિયા ભાઈઓ લવ સિન્હા અને કુશ સિન્હા તેની બહેનના લગ્નમાં હાજરીની અટકળોને લઈ ખૂબ ચર્ચામાં હતાં. પરંતુ હવે કુશ સિન્હાએ પુષ્ટિ કરી છે કે તે લગ્નમાં સામેલ થયો હતો. ન્યૂઝ 18ને આપેલા ઈન્ટરવ્યુમાં પારિવારિક અણબનાવના સમાચાર પર પ્રતિક્રિયા આપતા તેણે કહ્યું, “મેં પહેલેથી જ જોયું છે કે લોકોએ ખોટી માહિતી પ્રકાશિત કરી છે. તેની શરૂઆત એક અગ્રણી પોર્ટલના એક લેખથી થઈ હતી, જેમાં એક અનામી સ્ત્રોતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મને ખાતરી નથી કે આ બધું કોણ કરી રહ્યું છે અને તે ક્યાંથી આવી રહ્યું છે, પરંતુ તેમાંની કેટલીક તસવીરોમાં હું પણ છું. તેમણે એમ પણ કહ્યું કે “આ સમય પરિવાર માટે સંવેદનશીલ સમય છે.”

કુશ સિન્હા ઘણીવાર પાપારાઝી અને લાઇમલાઇટથી દૂર જોવા મળે છે. આ વિશે વાત કરતાં તેણે કહ્યું કે, હું એક પ્રાઈવેટ વ્યક્તિ છું અને હું વધારે દેખાતો નથી પરંતુ તેનો અર્થ એ નથી કે હું ત્યાં હાજર નહોતો. હું ત્યાં હતો અને હું મારી બહેન માટે માત્ર શ્રેષ્ઠ ઈચ્છું છું અને હંમેશા તેણીની શુભકામનાઓ કરીશ.”

અગાઉ હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં લવ સિન્હાએ લગ્નમાં તેમની હાજરી વિશે કહ્યું હતું કે, મને એક-બે દિવસ આપો, જ્યારે મને લાગશે કે હું કરી શકું છું ત્યારે હું તમારા પ્રશ્નોના જવાબ આપીશ. પૂછવા માટે આભાર. આ પછી અહેવાલમાં તેના ભાઈની ગેરહાજરીનું કારણ આપતા, એક સૂત્રએ તેના લગ્નમાં હાજરી ન આપવાની માહિતી આપી, જેના પર લવ સિન્હાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા પ્રતિક્રિયા આપી અને લખ્યું, એક સ્ત્રોત, તેમને એક સારો સ્રોત શોધવાની જરૂર છે.

હકીકતમાં, હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા પ્રકાશિત અહેવાલમાં, એક સૂત્રએ જણાવ્યું હતું કે, સોનાક્ષીના માતા-પિતા લગ્નમાં સામેલ થયા હતા અને આ લગ્ન માટે ખુશ હતા. જોકે, તેનો ભાઈ લગ્ન અને રિસેપ્શનમાં પણ હાજર રહ્યા ન હતા. ફોટોગ્રાફર્સે બંનેને અંત સુધી સ્થળમાં પ્રવેશતા જોયા નહોતા અને દરેકને તે એકદમ વિચિત્ર લાગ્યું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular