Monday, July 21, 2025
Google search engine
HomeNewsNationalદિલ્હી-પુણે સ્પાઈસજેટ ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી, એરપોર્ટ પર તપાસ ચાલુ

દિલ્હી-પુણે સ્પાઈસજેટ ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી, એરપોર્ટ પર તપાસ ચાલુ

દિલ્હી-પુણે સ્પાઈસજેટની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી હોવાના ફોન કોલ બાદ એરપોર્ટ પર સર્ચ કરવામાં આવી રહ્યું છે. આ વિમાન આજે સાંજે 6.30 કલાકે દિલ્હીના IGI એરપોર્ટ પરથી ટેકઓફ કરવાનું હતું. બોમ્બની ધમકી અંગેનો કોલ મળતાં, એરલાઇન અધિકારીઓએ બોર્ડિંગ બંધ કરી દીધું અને બોમ્બ સ્ક્વોડને બોલાવી.

દિલ્હી પોલીસે જણાવ્યું કે ટેકઓફ પહેલા દિલ્હીથી પુણે જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બોમ્બની ધમકીનો કોલ આવ્યો હતો. દિલ્હી પોલીસનું કહેવું છે કે CISF અને દિલ્હી પોલીસ એલર્ટ પર છે. દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટની તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી પરંતુ SOP મુજબ સુરક્ષા કવાયત કરવામાં આવશે. અર્ધલશ્કરી દળ CISF અને દિલ્હી પોલીસ પણ સ્ટેન્ડબાય પર છે.

આવો કિસ્સો સોમવારે પણ સામે આવ્યો હતો

આ પહેલા સોમવારે 9 જાન્યુઆરીએ પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી પર પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ગુજરાતના જામનગર એરપોર્ટ પર મોસ્કોથી ગોવા જતી ‘અઝુર એર’ની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું. જો કે સર્ચ બાદ પ્લેનમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી, ત્યારબાદ પ્લેન મંગળવારે બપોરે ગુજરાતથી નીકળીને ગોવા પહોંચ્યું હતું.

કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી

અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ એનએસજી અને સ્થાનિક પોલીસની ટીમોએ શોધખોળ હાથ ધરી હતી, જેમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનમાં 236 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બર હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular