Wednesday, July 23, 2025
Google search engine
HomeNewsNational'બૉમ્બ બ્લાસ્ટ થવાનો છે', મુંબઈ અને પૂણેમાં ધમકી ભર્યો કોલ, પોલીસ એલર્ટ

‘બૉમ્બ બ્લાસ્ટ થવાનો છે’, મુંબઈ અને પૂણેમાં ધમકી ભર્યો કોલ, પોલીસ એલર્ટ

હારાષ્ટ્રમાં એક દિવસમાં ફોન પર બે બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ મળી છે. સોમવારે અન્ય એક ફોન કૉલમાં Google ઑફિસને ઉડાવી દેવાની ધમકી આપ્યા પછી, એક કૉલરે મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનરને મીરા ભાયંદર વિસ્તારમાં સંભવિત બોમ્બ બ્લાસ્ટ વિશે જાણ કરી. જણાવવામાં આવ્યું છે કે આ કોલ રવિવારે મોડી રાત્રે બે વાગ્યે આવ્યો હતો, જેના પછી પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. ફોન કરનારે પોતાનું નામ યશવંત માને જણાવ્યું હતું. આ મામલે તપાસ ચાલી રહી છે.

કોલ કરનારની હૈદરાબાદમાં ધરપકડ

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસને હજુ સુધી ઓફિસમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. દરમિયાન, કોલ કરનારની પોલીસે હૈદરાબાદમાં ધરપકડ કરી છે. મુંબઈ પોલીસની એક ટીમ પણ તેલંગાણામાં છે અને ફોન કરનારને મુંબઈ લાવવાની તૈયારીઓ કરવામાં આવી છે. અત્યાર સુધી એ બહાર આવ્યું નથી કે કોલ કરવા પાછળ વ્યક્તિનો હેતુ શું હતો. પોલીસે ફોન કરનાર સામે IPCની કલમ 505 (1) (b) અને 506 (2) હેઠળ કેસ નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે.

NIAને ધમકીભર્યો મેલ પણ મળ્યો હતો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અગાઉ NIA મુંબઈ ઓફિસમાં ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તાલિબાન સાથે જોડાયેલી વ્યક્તિ મુંબઈમાં હુમલો કરશે. ત્યારથી મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એલર્ટ પર છે. પોલીસે NIA દ્વારા મળેલી ધમકીની ઝડપથી તપાસ કરી અને જાણવા મળ્યું કે મેલ મોકલનારનું IP (ઇન્ટરનેટ પ્રોટોકોલ) સરનામું પાકિસ્તાનનું હતું. ગયા મહિને પણ આવો મેઈલ મોકલવામાં આવ્યો હતો. પોલીસને આમાં કોઈ તથ્ય મળ્યું નથી. પોલીસને આશંકા છે કે કોઈએ તોફાન રમવા માટે આ કર્યું હશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular