Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratભાજપે 7 બળવાખોર નેતાઓને કર્યા સસ્પેન્ડ

ભાજપે 7 બળવાખોર નેતાઓને કર્યા સસ્પેન્ડ

ગુજરાત વિધાનસભા ચૂંટણી: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉત્સાહમાં વધારો થયો છે. સત્તાના ગલિયારા સુધી પહોંચવામાં કોઈ કસર છોડી રહ્યું નથી. કેટલાક નેતાઓ પોતાની વફાદારી પુરવાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો કેટલાક એવા પણ છે કે જેઓને ટિકિટ ન આપવામાં આવે તો બળવો કરવા તૈયાર છે. આ ક્રમમાં ગુજરાત ભાજપ પ્રમુખે બળવો કરનાર પાર્ટીના 7 નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે.

7 નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા

આ સંદર્ભે ગુજરાત ભાજપ દ્વારા સત્તાવાર પ્રેસનોટ બહાર પાડવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે પાર્ટીના જાહેર કરાયેલા ઉમેદવારો સામે બળવો કરીને ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા 7 નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.પક્ષ તરફથી કહેવામાં આવ્યું છે કે ચૂંટણીના પ્રથમ તબક્કામાં પક્ષ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી કરનારા નેતાઓને આજે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. હર્ષદભાઈ વસાવા, અરવિંદભાઈ લાડાણી, છત્રસિંહ ગુંઝારિયા, કેતનભાઈ પટેલ, ભરતભાઈ ચાવડા, ઉદયભાઈ શાહ, કરશનભાઈ બારૈયાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે..

ભાજપે ગુજરાત ચૂંટણીમાં 150થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો

ભાજપે ગુજરાત ચૂંટણીમાં 150થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જ્યારે ગુજરાતમાં ગૃહમંત્રી અમિત શાહ ઘણા દિવસોથી સક્રિય છે. તેઓ ટીકીટની વહેંચણીને લઈને નારાજ નેતાઓને સમજાવવામાં વ્યસ્ત હતા, ત્યારબાદ પણ ઘણા નેતાઓએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજથી ચૂંટણી રેલીનો પ્રારંભ કરી રહ્યા છે. તેમની પ્રથમ રેલી વેરાવળમાં હતી, જ્યાં તેમણે રેલીને સંબોધતા પહેલા સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી.

પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે

ગુજરાત ભાજપ દ્વારા આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. રવિવારે પીએમ મોદી સોમનાથ મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે પૂજા અર્ચના કરી હતી અને મહાદેવનો અભિષેક પણ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરી અને લોકોને લોકશાહીના આ તહેવારમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા જણાવ્યું. આ સાથે પીએમ મોદીએ કહ્યું કે આ વખતે મતદાનનો રેકોર્ડ તોડવો પડશે. સુશાસનને કારણે આજે ગુજરાત નવી ઊંચાઈએ પહોંચ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular