Monday, May 19, 2025
Google search engine
HomeNewsGujaratમોરબીમાં નદીમાં કૂદીને લોકોના જીવ બચાવનાર પૂર્વ ધારાસભ્યને મળી ટિકિટ

મોરબીમાં નદીમાં કૂદીને લોકોના જીવ બચાવનાર પૂર્વ ધારાસભ્યને મળી ટિકિટ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુરુવારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ દુષ્યંત કુમાર ગૌતમે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 160 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ચૂંટણી લડશે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલે વિરમગામથી ઉમેદવાર બનાવ્યા છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાને જામનગર ઉત્તરમાંથી ટિકિટ મળી છે.

કાંતિલાલ અમૃતિયાને મોરબીથી ટિકિટ મળી

આ સાથે જ ભાજપના ઉમેદવારોની યાદીમાં મોરબીના સીટીંગ ધારાસભ્યની ટિકિટ કપાઈ છે. તેમની જગ્યાએ ભાજપે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને પણ ટિકિટ આપીને ચૂંટણીમાં ઉતાર્યા છે. ભાજપે તેમને મોરબીથી પક્ષના ઉમેદવાર બનાવ્યા છે. કાંતિલાલ અમૃતિયા વિશે જણાવવામાં આવી રહ્યું છે કે, જ્યારે મોરબી બ્રિજ દુર્ઘટના ઘટી ત્યારે તેણે જાતે જ લોકોનો જીવ બચાવવા નદીમાં ઝંપલાવ્યું હતું.

આ નેતાઓએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો

ગુજરાતની ચૂંટણીને લઈને ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓએ આ વખતે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, પૂર્વ મંત્રી સૌરભ પટેલ, પ્રદીપ જાડેજાએ આ વખતે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. ગુજરાતના આઠ જેટલા પૂર્વ મંત્રીઓ ચૂંટણી નહીં લડે. ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ વિધાનસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular