Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratભાજપે ફરી સ્વરૂપજી ઠાકોરને આપી ટિકિટ, વાવ બેઠક પર ઠાકોર VS રાજપૂતનો...

ભાજપે ફરી સ્વરૂપજી ઠાકોરને આપી ટિકિટ, વાવ બેઠક પર ઠાકોર VS રાજપૂતનો જંગ

ગાંધીનગર: વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે ગેનીબેન સામે ગત ચૂંટણીમાં હારેલા સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા છે. આમ વાવ બેઠક પર ઠાકોર VS રાજપૂતનો જંગ જામશે.  આજે બંને ઉમેદવારો ફોર્મ ભરશે.

સ્વરૂપજી ઠાકોર 2022માં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી લડ્યાં હતાં અને 15,601 મતથી હારી ગયા હતા. ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેમને 48,634 મત મળ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular