Friday, October 3, 2025
Google search engine
HomeNewsEntertainmentBigg Boss: રણવીર શૌરીએ પૂજા ભટ્ટનું નામ લીધા વગર કર્યો આવો ખુલાસો

Bigg Boss: રણવીર શૌરીએ પૂજા ભટ્ટનું નામ લીધા વગર કર્યો આવો ખુલાસો

મુંબઈ: રણવીર શૌરી હાલમાં ‘બિગ બોસ ઓટીટી 3’ (Bigg Boss OTT)નો ભાગ છે અને સતત સમાચારમાં રહે છે. રણવીર શૌરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ ન મળવાને કારણે શોમાં આવ્યા છે, અને પોતાની અંગત જિંદગી વિશે અનેક ખુલાસા કરી રહ્યા છે. તાજેતરમાં, રણવીરે ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ પૂજા ભટ્ટ વિશે વાત કરી અને તેની સાથેના તેના સંબંધોને તેના જીવનનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું. જોકે, રણવીરે ક્યાંય પૂજા ભટ્ટનું નામ લીધું નથી. પરંતુ તમને જણાવી દઈએ કે કોંકણા સેન શર્મા સાથે લગ્ન કરતા પહેલા રણવીર શૌરી એક સમયે પૂજા ભટ્ટ સાથે રિલેશનશિપમાં હતા અને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા.

રણવીર શૌરીને બિગ બોસ OTT 3માં 2002નો એ સમય યાદ આવ્યો, જ્યારે તે ‘લક્ષ્ય’નું શૂટિંગ કરી રહ્યા હતા. તે સમયે તેને ફોન આવ્યો અને ખબર પડી કે તેની માતાની તબિયત ખરાબ છે. રણવીર શૌરીના જણાવ્યા અનુસાર, તે ફિલ્મની ટીમ સાથે લદ્દાખમાં શૂટિંગ કરી રહ્યા હતા અને જ્યાં સુધી તે પૂર્ણ ન થાય ત્યાં સુધી તે પાછા ફરી શકે એમ નહોતા.

રણવીર શૌરીએ કહ્યું, ‘તે જ સમયે, મારે અન્ય અભિનેત્રી સાથે મારા જીવનના સૌથી મોટા કૌભાંડનો સામનો કરવો પડ્યો. હું આમાંથી સાજો થઈ શક્યો ન હોવાથી, મારા ભાઈએ મને તેની સાથે થોડા સમય માટે અમેરિકા આવવા કહ્યું. મેં અમેરિકામાં છ મહિનાનો એક્ટિંગ કોર્સ કર્યો અને મારા ભાઈ પાસેથી પૈસા ઉછીના લીધા. અમેરિકાથી પરત આવ્યા બાદ મેં 2005માં ‘ધ ગ્રેટ ઈન્ડિયન કોમેડી શો’નું શૂટિંગ શરૂ કર્યું હતું.’

જ્યારે જીવન સ્થિર લાગ્યુ

રણવીર શૌરીએ વધુમાં કહ્યું, ‘તે સમયે મારી બે લાંબા સમયથી પેન્ડિંગ ફિલ્મોને રિલીઝ માટે ગ્રીન સિગ્નલ મળી ગયું હતું. બંને એક અઠવાડિયામાં જ રિલીઝ થઈ અને હિટ થઈ ગઈ. દર્શકોને મારું કામ ગમ્યું. તે ફિલ્મો પછી આખરે મને લાગ્યું કે એક અભિનેતા તરીકે મારું જીવન સ્થિર થઈ ગયું છે અને મેં પુનરાગમન કર્યું છે.’

રણવીર શૌરી અને બ્રેકઅપ પર પૂજા ભટ્ટના ગંભીર આરોપો

એવું જાણવા મળે છે કે રણવીર શૌરી અને પૂજા ભટ્ટ 2000ના દાયકામાં મળ્યા હતા. તેઓ સારા મિત્રો બન્યા અને પછી એકબીજાને ડેટ કરવા લાગ્યા. રિપોર્ટ્સ અનુસાર રણવીર અને પૂજા ભટ્ટ પણ લિવ-ઈનમાં રહેવા લાગ્યા હતા. પરંતુ થોડા સમય પછી તેઓ અલગ થઈ ગયા. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે રણવીર શોરીના આલ્કોહોલની લત અને અપમાનજનક વર્તનને કારણે બ્રેકઅપ થયું હતું. પૂજા ભટ્ટે રણવીર પર આલ્કોહોલિક અને અપમાનજનક વર્તનનો આરોપ પણ લગાવ્યો હતો. જોકે, રણવીરે એક ઈન્ટરવ્યુમાં આ વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે સામાન્ય કપલની જેમ તેમની વચ્ચે પણ મતભેદ અને ઝઘડા હતા. તે જરાય અપમાનજનક ન હતો.

કોંકણા સેન સાથે લગ્ન, છૂટાછેડા અને બાળક

બાદમાં રણવીર શૌરી અભિનેત્રી કોંકણા સેન શર્મા સાથે પ્રેમમાં પડ્યો અને તેની સાથે લગ્ન કર્યા. પરંતુ થોડા વર્ષો પછી તેમના પણ છૂટાછેડા થઈ ગયા. હવે બંને મળીને પોતાના પુત્રનો ઉછેર કરી રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular