Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાતમાં તોફાનને લઈને સરકાર એક્શનમાં

ગુજરાતમાં તોફાનને લઈને સરકાર એક્શનમાં

હવામાન વિભાગની આગાહી હતી તેમ ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. ઠેર ઠેર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદના પગલે રાજ્ય સરકાર હરકતમાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આજે સાંજે વરસાદ અને પવન ફૂંકાવાથી સર્જાયેલી સ્થિતિની સમિક્ષા તાત્કાલિક હાથ ધરવા કાર્યકારી મુખ્ય સચિવ સુનયના તોમરને દિશાનિર્દેશ આપ્યા હતાં. મુખ્યમંત્રીના આ દિશાનિર્દેશને પગલે સુનયના તોમરે અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તેમના જિલ્લામાં થયેલા વરસાદ, પવન અને વીજળીની સ્થિતિ વગેરેની તલસ્પર્શી મહિતી મેળવી હતી.

મુખ્યમંત્રીએ જિલ્લા તંત્રવાહકોને એલર્ટમોડ પર રહેવા અને હવામાન વિભાગની આગાહી અનુસાર આગોતરા આયોજન માટે પણ માર્ગદર્શન આપ્યુ હતું. રાહત કમિશનર આલોક પાંડેએ આ સમિક્ષા બેઠકની વિગત આપતા કહ્યું કે, રાજ્યમાં કુલ 41 તાલુકાઓમાં બે(2) મિલિમીટર થી લઇને 38 મિલિમીટર જેટલો વરસાદ વરસ્યો છે. તેમણે જિલ્લા તંત્રવાહકોને એલર્ટમોડ પર રહેવા અને હવામાન વિભાગની આગાહી અનુસાર આગોતરા આયોજન માટે પણ માર્ગદર્શન આપ્યુ હતું.

રાહત કમિશનર આલોક પાંડેએ આ સમિક્ષા બેઠકની વિગત આપતા કહ્યું કે, રાજ્યમાં કુલ ૪૧ તાલુકાઓમાં બે(૨) મિલિમીટર થી લઇને ૩૮ મિલિમીટર જેટલો વરસાદ વરસ્યો છે. વરસાદ સાથે પવનની ગતિ પણ વધી હતી અને વીજળી પડવાને કારણે રાજ્યમાં બે માનવ મૃત્યુ નોંધાયા છે. પવનને કારણે ૨૪૯ ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી, તે તાત્કાલિક પૂર્વવત કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તથા જિલ્લાઓના કંટ્રોલરૂમ સતત કાર્યરત રહે તેમજ ક્યાંય જાનહાની ન થાય અને માલ-મિલકતને ઓછામાં ઓછું નુકશાન થાય તેવી વ્યવ્સ્થાઓ સુનિશ્ચિત કરવા પણ કાર્યકારી મુખ્ય સચિવશ્રીને સુચના આપી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular