Monday, May 19, 2025
Google search engine
HomeNewsઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઓસ્ટ્રેલિયા સામેની મલ્ટી ફોર્મેટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં સમિતને ભારતની અંડર-19 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતીય અંડર-19 ટીમ ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ સામે વન-ડે અને ચાર-દિવસીય મેચ રમવાની છે. સમિતને આ બંને ફોર્મેટની શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં તક મળી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ અંડર-19 સિરીઝ 21 સપ્ટેમ્બરથી શરૂ થશે.

જુનિયર પસંદગી સમિતિએ ઓસ્ટ્રેલિયા અંડર-19 સામે આગામી મલ્ટી-ફોર્મેટ IDFC FIRST Bank હોમ સિરીઝ માટે ભારતની અંડર-19 ટીમની પસંદગી કરી છે. સિરીઝમાં ત્રણ 50 ઓવરની મેચ અને બે ચાર દિવસીય મેચ પુડુચેરી અને ચેન્નાઈમાં રમાશે. યુપીના સ્ટાર બેટ્સમેન મોહમ્મદ અમાનને ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં ભારતની અંડર-19 ટીમનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના સોહમ પટવર્ધન ચાર દિવસીય શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. સમિતની વાત કરીએ તો તે તાજેતરમાં મહારાજા T20 ટ્રોફીમાં રમ્યો હતો.

ઓસ્ટ્રેલિયા અંડર-19 સામેની ODI શ્રેણી માટે ભારતની અંડર-19 ટીમ

રુદ્ર પટેલ (વાઈસ-કેપ્ટન), સાહિલ પારખ, કાર્તિકેય કેપી, મોહમ્મદ અમાન (કેપ્ટન), કિરણ ચોરમલે, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશ સિંહ પંગાલિયા (વિકેટકીપર) , સમિત દ્રવિડ, યુધાજીત ગુહા, સમર્થ એન, નિખિલ કુમાર, ચેતન શર્મા, હાર્દિક રાજ, રોહિત રાજાવત અને મોહમ્મદ અનન.

ઓસ્ટ્રેલિયા અંડર-19 સામેની ચાર દિવસીય શ્રેણી માટે ભારતની અંડર-19 ટીમ

વૈભવ સૂર્યવંશી, નિત્યા પંડ્યા, વિહાન મલ્હોત્રા (વાઈસ-કેપ્ટન), સોહમ પટવર્ધન (કેપ્ટન), કાર્તિકેય કેપી, સમિત દ્રવિડ, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશી સિંહ પંગાલિયા (વિકેટકીપર), ચેતન શર્મા, સમર્થ એન, આદિત્ય રાવત, નિખિલ કુમાર, અનમોલજીત સિંહ, આદિત્ય સિંહ અને મોહમ્મદ અનન.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular