Monday, August 4, 2025
Google search engine
HomeNewsInternationalબાંગ્લાદેશ: ઢાકાની સાત માળની બિલ્ડીંગમાં વિસ્ફોટ; 14ના મોત, 100થી વધુ ઘાયલ

બાંગ્લાદેશ: ઢાકાની સાત માળની બિલ્ડીંગમાં વિસ્ફોટ; 14ના મોત, 100થી વધુ ઘાયલ

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં મંગળવારે એક સાત માળની ઇમારતમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે. 100થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, વિસ્ફોટ સ્થાનિક સમય અનુસાર સાંજે લગભગ 4.50 કલાકે થયો હતો. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની પાંચ ટુકડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘાયલોને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ તમામને હોસ્પિટલના ઈમરજન્સી યુનિટમાં સારવાર આપવામાં આવી રહી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ઈમારતમાં સેનિટરી ઉત્પાદનોના અનેક સ્ટોર્સ છે. બાજુની બિલ્ડીંગમાં BRAC બેંકની શાખા પણ છે. વિસ્ફોટના કારણે બેંકની કાચની દિવાલો તુટી ગઈ હતી. રોડની બીજી બાજુ ઉભેલી બસને પણ નુકસાન થયું હતું.

અગાઉ, બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં શનિવારે ઓક્સિજન પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ આગમાં છ લોકોના મોત થયા હતા અને 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સીતાકુંડા ઉપજિલ્લાના કેશબપુર વિસ્તારમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટમાં સાંજે લગભગ 4.30 વાગ્યે બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. આ પછી લોકોએ આગની જ્વાળાઓ ઉછળતી જોઈ હતી. આ જ સીલમાં ફેબ્રુઆરીમાં ઢાકામાં રહેણાંક મકાનમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular