Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratએલાયન્સ ફ્રાંસેઝ-અર્થશિલા દ્વારા ‘લૂકી લૂક’ નામના આગમેન્ટેડ રિયાલિટી શૉનું આયોજન

એલાયન્સ ફ્રાંસેઝ-અર્થશિલા દ્વારા ‘લૂકી લૂક’ નામના આગમેન્ટેડ રિયાલિટી શૉનું આયોજન

અમદાવાદ: એલાયન્સ ફ્રાંસેઝ અને અર્થશિલામાં પ્રસિદ્ધ ફ્રેન્ચ કલાકાર ઓરેલિયન જિન્ની દ્વારા ‘લૂકી લૂક’ નામનો આગમેન્ટેડ રિયાલિટી પ્રદર્શન રજૂ કરવામાં આવવાનો છે. આ અનોખા શૉમાં વિવિધ શૈલી અને ટેક્નોલોજીનો સમન્વય જોવા મળશે. અહીં આવતા મુલાકાતીઓ રંગબેરંગી લુક-એન્ડ-ફાઇન્ડ ગેમનો આનંદ લઈ શકે છે. મેઝોન ટેન્ઝિબલ એપની મદદથી દર્શકો દરેક આર્ટવર્કને જીવંત બનાવી શકશે. જેમાં ભારતીય ફૂલમાર્કેટથી લઈને હિન્દુ મંદિર સુધીની જગ્યાઓ જીવંત કરીને પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

ફ્રેન્ચ ઈન્સ્ટિટ્યૂટ ઇન ઇન્ડિયાના ડિરેક્ટર ગ્રેગોર ટ્રુમેલની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાવાનો છે. જે 14મી નવેમ્બરના રોજ સાંજે 6:30 કલાકે યોજાશે. આ પ્રદર્શન 15મી નવેમ્બર, 2024થી લઈને 5મી જાન્યુઆરી, 2025 સુધી અર્થશિલા ખાતે યોજાવાનું છે. આ અંગે વધુ માહિતી માટે તમે એલાયન્સ ફ્રાંસેઝ, અમદાવાદનો સંપર્ક કરી શકો છો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular