Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsએશિયા કપ પહેલા ભારતને મોટો ફટકો, રાહુલ અને અય્યર ટીમનો ભાગ નહીં...

એશિયા કપ પહેલા ભારતને મોટો ફટકો, રાહુલ અને અય્યર ટીમનો ભાગ નહીં બને

એશિયા કપ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય. એવું માનવામાં આવતું હતું કે કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર ઈજામાંથી સ્વસ્થ થઈ ગયા છે અને બંને ખેલાડીઓ એશિયા કપમાં ભારતીય ટીમ માટે રમતા જોવા મળશે. પરંતુ ચાહકોને નિરાશ થવું પડ્યું છે.

ચાહકોની આશાને ફટકો પડ્યો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કેએલ રાહુલ બેટિંગ અને વિકેટકીપિંગ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. આ પછી ચાહકોમાં આશા હતી કે કેએલ રાહુલ એશિયા કપમાં રમતા જોવા મળશે. પરંતુ ફરી એકવાર ચાહકોની આશાને મોટો ફટકો પડ્યો છે. વાસ્તવમાં કેએલ રાહુલ લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર છે. કેએલ રાહુલ IPL 2023 સીઝન દરમિયાન ઈજાનો શિકાર બન્યો હતો. જે બાદ તે તેની સર્જરી અને રિકવરી પર કામ કરી રહ્યો હતો. કેએલ રાહુલ સિવાય શ્રેયસ અય્યર પણ એશિયા કપમાં રમી શકશે નહીં.

તો શું કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર વર્લ્ડ કપ સુધી ફિટ રહેશે?

ભારતીય ટીમ સતત મિડલ ઓર્ડરની સમસ્યાથી ઝઝૂમી રહી છે. એવું માનવામાં આવતું હતું કે કેએલ રાહુલ અને શ્રેયસ ઐયરની વાપસી બાદ મિડલ ઓર્ડરની સમસ્યા હલ થઈ શકે છે. પરંતુ હવે સવાલ એ છે કે શું કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર વર્લ્ડ કપ સુધી ફિટ રહેશે? જો કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર વર્લ્ડ કપ સુધી ફીટ નહીં થાય તો રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ માટે તે મોટો ફટકો સાબિત થઈ શકે છે. હાલ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને ટેસ્ટ અને વનડે શ્રેણીમાં હરાવ્યું. હવે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 ટી20 સીરીઝની પ્રથમ મેચ ગુરુવારે રમાશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular