Tuesday, July 22, 2025
Google search engine
HomeNewsInternationalકેનેડામાં મંદિર હુમલાના માસ્ટરમાઇન્ડની ધરપકડ

કેનેડામાં મંદિર હુમલાના માસ્ટરમાઇન્ડની ધરપકડ

કેનેડામાં મંદિર હુમલાના કેસમાં ચોથા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ બ્રેમ્પટનના 35 વર્ષીય ઈન્દ્રજીત ગોસલ તરીકે થઈ છે. તે મંદિર હુમલાનો માસ્ટરમાઇન્ડ છે અને ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની નજીક છે. ઇન્દ્રજીતે ગ્રેટર ટોરોન્ટોમાં હિન્દુ મંદિર પર હુમલો કરવાની યોજના તૈયાર કરી હતી. તેની ધરપકડ બાદ તેને કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો અને તેને છોડી દેવામાં આવ્યો. અગાઉ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.


ઈન્દ્રજીત ગોસલ શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુના જમણા હાથ છે. હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ તે રેફરેન્ડમ સંબંધિત કામ જોઈ રહ્યો છે. પોલીસે જણાવ્યું કે, ગોસલની 8 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે અને નિર્ધારિત તારીખે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે 4 નવેમ્બરે ખાલિસ્તાનીઓએ કેનેડામાં ઘણા મંદિરોને નિશાન બનાવ્યા હતા. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ હુમલાઓની નિંદા કરી અને કેનેડાને કડક સંદેશ આપ્યો. વિશ્વના ઘણા દેશોએ કેનેડામાં હિન્દુઓ પર આ પ્રકારના હુમલાની નિંદા કરી હતી.

ઘટનાની તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું. હુમલાના આરોપીઓને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ દેશના કેટલાક નેતાઓ પર “ઈરાદાપૂર્વક હિંદુઓ અને શીખોને એકબીજા સામે ઉભો કરવાનો” પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેનેડિયન મૂળના હિંદુઓ અને શીખો એક તરફ છે અને બીજી તરફ ખાલિસ્તાનીઓ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular