Thursday, May 29, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાતમાં ધો.3 થી 8 ની વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર

ગુજરાતમાં ધો.3 થી 8 ની વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર

રાજ્યમાં આવતા અઠવાડિયાથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે રાજ્યના પ્રાથમિક વિભાગમાં પણ પરીક્ષાઓની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા ગઈકાલે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પ્રાથમિક શાળા એટલે કે ધો.3 થી ધો.8 ની પરીક્ષા આગામી 3 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન યોજાવાની રહેશે તેવો આદેશ કરવામાં આવ્યો છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર અનુસાર તમામ શાળાઓ એટલે કે સરકારી, અર્ધ સરકારી તેમજ ખાનગી શાળાઓમાં પ્રાથમિક વિભાગની પરીક્ષાઓ માટેનું ટાઈમટેબલ એક જ સરખું રાખવામાં આવશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વધુમાં પરિપત્ર અનુસાર દરેક જિલ્લામાં આવેલી શાળાઓમાં પ્રશ્નોપત્રો જિલ્લા કક્ષાએથી જ તૈયાર કરવામાં આવશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આ જાહેરાતને લઈ હવે ધો.3 થી ધો.8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓમાં બાળકોને ભણાવવા તથા શાળાઓમાં કોર્ષ પૂર્ણ કરી દેવાના આરે હોય તેનું રિવિઝન કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular