Thursday, May 15, 2025
Google search engine
HomeNewsMumbaiઅંબાણી પરિવારે કર્યુ ધામધુમથી બાપ્પાનું વિસર્જન

અંબાણી પરિવારે કર્યુ ધામધુમથી બાપ્પાનું વિસર્જન

મુંબઈ: મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ગણેશ ચતુર્થી 2024ના ખાસ અવસર પર એન્ટિલિયામાં તેમના ઘરે ગણપતિ બાપ્પાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ શુભ અવસર પર રાજકારણીઓથી લઈને બોલિવૂડ સુધીના ઘણા મોટા સ્ટાર્સ અંબાણી પરિવારના ઘરે પહોંચ્યા અને બાપ્પાના આશીર્વાદ લીધા હતા. તેમજ ગણેશ પૂજામાં પણ સામેલ થયા હતાં. ત્યાર બાદ અંબાણી પરિવારે ખૂબ જ ધામધૂમથી બાપ્પાનું વિસર્જન કર્યું હતું, જેના ઘણા વીડિયો અને તસવીરો હવે સોશિયલ મીડિયા પર સામે આવી છે. એન્ટિલિયાથી ભગવાન ગણેશને ફૂલોના રથ પર વિદાઈ આપવામાં આવી હતી.

અંબાણી પરિવારે કર્યું ગણપતિ વિસર્જન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયામાં જે ભવ્યતા સાથે ગણપતિ બાપ્પાનું સ્વાગત કરવામાં આવ્યું હતું એ જ ઉત્સાહ સાથે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણપતિ વિસર્જન પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી સાથે અનંત અંબાણી તેમની પત્ની રાધિકા મર્ચન્ટ સાથે હાજર રહ્યા હતા. તેમણે ફૂલોના રથ પર સવાર થઈને ભગવાન ગણેશની વિસર્જન યાત્રા દરમિયાન લોકોને મીઠાઈઓ વહેંચી હતી અને ઢોલના તાલે ગણપતિ બાપ્પાની રથયાત્રા કાઢી હતી.

અનંત-રાધિકાએ ફૂલોના રથ પર બેસીને બાપ્પાને વિદાય આપી

ગણપતિ વિસર્જનમાં અનંત અંબાણીએ કેસરી રંગનો કુર્તા પાયજામા પહેર્યો હતો જ્યારે રાધિકા મર્ચન્ટ ઘેરા વાદળી રંગના સૂટ સેટમાં જોવા મળી હતી. નીતા અંબાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે ગુલાબી સાડી પહેરીને લોકોને અભિવાદન કરતી જોવા મળી રહ્યા છે. નીતા અંબાણીનો આ વીડિયો ગણપતિ વિસર્જનનો છે. આ સમય દરમિયાન ઓરહાન અવતરામણી ઉર્ફે ઓરીએ પણ બાપ્પાને વિદાય આપવા માટે ઉજવણીમાં ભાગ લીધો હતો. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ભગવાન ગણેશને ફૂલોના રથ પર વિદાય આપવામાં આવી છે.

આ સ્ટાર્સ અંબાણી પરિવારની ગણેશ પૂજામાં જોવા મળ્યા હતા

અંબાણી પરિવારની ગણેશ પૂજા અને બાપ્પાના દર્શન માટે એન્ટિલિયામાં અનેક સેલિબ્રિટીઓ જોવા મળી હતી. અભિનેતા સુનીલ શેટ્ટીથી લઈને ક્રિકેટ આઈકોન સચિન તેંડુલકર, અર્જુન કપૂર, સોનમ કપૂર તેના પતિ આનંદ આહુજા, આમિર ખાન, ટાઈગર શ્રોફ અને ઘણી વધુ હસ્તીઓ સાથે અંબાણી નિવાસસ્થાને ભવ્ય ઉજવણીનો ભાગ બનવા માટે પહોંચી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular