Friday, May 16, 2025
Google search engine
HomeNewsMumbaiઅનંત રાધિકા લગ્નના બંધનમાં બંધાયા, બૉલિવૂડ સેલેબ્સ મનમૂકીને નાચ્યાં જાનમાં

અનંત રાધિકા લગ્નના બંધનમાં બંધાયા, બૉલિવૂડ સેલેબ્સ મનમૂકીને નાચ્યાં જાનમાં

મુંબઈ: મહિનાઓથી ચર્ચામાં રહેલા દેશના ધનાઢ્ય મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી લગ્નનો શુભ સમય આખરે આવી ગયો. મુંબઈના જીયો વર્લ્ડ સેન્ટરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે સાત ફેરા લીધા છે. હવેથી બંને એક-બીજાના થઈ ગયા છે. આ ગ્રાન્ડ વેડિંગને હંમેશાં યાદ રાખવામાં આવશે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વૈભવી લગ્ન વર્ષો સુધી યાદ રહેશે. લગ્નમાં અંબાણી પરિવારના દરેક સભ્યની અલગ-અલગ સ્ટાઈલ જોવા મળી છે. અનંત-રાધિકાના લગ્નના આ ફંક્શન 14 જુલાઈ સુધી ચાલશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નથી, સ્ટાર્સની અદ્ભુત તસવીરો અને વીડિયો ધીમે ધીમે સામે આવી રહ્યા છે જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. આ બધાની વચ્ચે અનંત અંબાણીની પત્ની રાધિકા મર્ચન્ટનો એક ઈમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના પિતા વિરેન મર્ચન્ટ પોતાની દીકરીને ગળે લગાવીને રડતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

લગ્નમાં દેશ વિદેશની હસ્તીઓ સામેલ થઈ હતી. અમિતાભ બચ્ચન પરિવાર, સલમાન ખાન, શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, પ્રિયંકા ચોપરા, નિક જોનાસ, રજનીકાંત, મહેશબાબુ અને રેખા સહિતના બૉલિવૂડના મોટા ભાગની હસ્તીઓ આ લગ્નને માણતી જોવા મળી હતી. અભિનય ક્ષેત્રના સ્ટાર્સ લગ્નમાં મન મૂકીને ડાન્સ કરતા જોવા મળ્યા હતાં.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular