Sunday, July 13, 2025
Google search engine
HomeElection 2024 Gujaratગુજરાતમાં હેટ્રિક સાથે 26 બેઠક પર કમળ ખીલશે : અમિત શાહ

ગુજરાતમાં હેટ્રિક સાથે 26 બેઠક પર કમળ ખીલશે : અમિત શાહ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના સ્ટારપ્રચારકો રાજ્યમાં પ્રચાર અર્થે આવી પહોંચ્યા છે.  ભારત માતા કી જય સાથે અમિત શાહે સંબોધન શરૂ કર્યું હતું, જામકંડોરણા અને પોરબંદરની જનતાના અવાજને શું થઇ ગયું? મનસુખ માંડવીયા, અર્જુન મોઢવાડીયા, અરવિંદ લાડાણી અને રમેશ ધડુકનું તાળીઓથી સ્વાગત કરો, વિઠ્ઠલભાઈનો વારસો સરકાર અને સહકાર બંનેમાં નિભાવનાર જયેશ રાદડિયા, જીગરના ટુકડા જેવા યુવા મિત્રોને રામ રામ. ગુજરાતીમાં કહેવત છે ‘તેજી અને ટકોરો સાનમાં સમજે એ સૌરાષ્ટ્રના લોકો છે. ખોડલધામ, વીરપુર અને બિલેશ્વર મહાદેવને વંદન કરું છું, મહાત્મા ગાંધીને પ્રણામ કરી મારી વાત શરૂ કરીશ.

કોંગ્રેસ સરકારે રામ મંદિર મુદ્દો ભટકાવ્યો હતો: શાહ

સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા હતી, ગાંધીનગરથી ટ્રેન મારફત પાણી આવતું, સૌરાષ્ટ્રને કોંગ્રેસ સરકારે જળ સંકટમાં ધકેલી હતી. મોદી સરકારે નર્મદા મારફત પીવાનું પાણી કચ્છ સુધી પહોચાડ્યું, કોંગ્રેસ સરકારે પોરબંદરની જેલ બંધ કરી હતી, 2001માં નરેન્દ્ર મોદીએ જેલ શરૂ કરી. કાયદો વ્યવસ્થા અહીંયાથી પોરબંદરની હદ શરૂ થાય એવી બોર્ડર હતી.અયોધ્યામાં કોંગ્રેસ સરકાર રામ મંદિર મુદ્દો ભટકાવતા રહ્યા, 70-70 વર્ષ સુધી મોદી સાહેબને બીજી વખત વડાપ્રધાન બનાવવામાં આવતા તેમને રામ મંદિર બનાવી જયશ્રી રામ કરી દીધું, 500 વર્ષ પછી રામલલ્લાના ગૌરવ જેવું મંદિર બનાવ્યું, સોમનાથ મંદિર સોનાનું બનાવવાનું શરૂ થઇ ગયું છે. કઠોર નિર્ણય કર્યા છે. ગરીબોને અનાજ, શૌચાલય, ઘરનું ઘર, ઉજ્જવલા ગેસ, નલ થી જલ અને 5 લાખ સુધી આરોગ્ય સહાય આપવાનું કામ મોદી સરકરે કર્યું છે.

ગુજરાતમાં ત્રીજી વાર 26 બેઠક પર કમળ ખીલશે

તેમણે ઉમેર્યું હતું કે, મારા મિત્ર વિઠ્ઠલ રાદડિયાને મનથી શ્રધ્ધાંજલી આપું છું, વિઠ્ઠલભાઈ સહકારી ક્ષેત્રે મૂળિયાં પાતાળ સુધી ઊંડા કર્યા છે, સરકારની સામે પણ ખેડૂતોના પ્રશ્નો તેમણે ઉઠાવ્યા છે, અત્યાર સુધી 239 લોકસભા ક્ષેત્ર બાદ આજે જામકંડોરણા આવ્યો છું. બન્ને ચરણમાં રાહુલ બાબાના સૂપડા સાફ થઇ ગયા છે. ઠેર ઠેર મોદી મોદી છે. દેશની જનતાએ નક્કી કર્યું છે, ફરી એક વાર મોદી સરકાર. આપણા મોદી સાહેબના સમર્થનમાં આ વખતે એક ડગલું આગળ વધી મતગણતરી પૂર્વે સુરતે ખાતું ખોલી દીધું છે. ગુજરાતમાં હેટ્રિક સાથે ત્રીજી વાર 26 બેઠક પર કમળ ખીલશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular