Saturday, May 17, 2025
Google search engine
HomeNewsInternationalઅમેરિકાનો મોદી સરકાર પર હુમલો, કહ્યું CAA મુસ્લિમો વિરુદ્ધ

અમેરિકાનો મોદી સરકાર પર હુમલો, કહ્યું CAA મુસ્લિમો વિરુદ્ધ

સંયુક્ત રાષ્ટ્ર (યુએન) અને અમેરિકાએ નાગરિકતા સુધારા કાયદા (CAA) અંગે ચિંતા વ્યક્ત કરી છે. ગયા મંગળવારે યુનાઇટેડ નેશન્સે CAAને ભેદભાવપૂર્ણ ગણાવ્યું, જ્યારે અમેરિકાનું કહેવું છે કે તે આ બાબત પર ચાંપતી નજર રાખી રહ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું, અમે 11 માર્ચે જારી કરાયેલ CAA નોટિફિકેશનથી પરેશાન છીએ. અમે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક પૃથ્થકરણ કરી રહ્યા છીએ કે તેને ત્યાં કેવી રીતે લાગુ કરવામાં આવશે.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, ધાર્મિક સ્વતંત્રતાનું સન્માન કરવું અને તમામ સમુદાયો સાથે કાયદા હેઠળ સમાન વ્યવહાર લાગુ કરવો એ મૂળભૂત લોકશાહી સિદ્ધાંતો છે. એટલું જ નહીં ભારતમાં લાગુ CAA કાયદા દ્વારા માનવાધિકાર કાર્યકર્તાઓ અને તેમની સાથે જોડાયેલા સંગઠનોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હ્યુમન રાઈટ્સ વોચ અને એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે CAAને મુસ્લિમો સામે ભેદભાવ દર્શાવ્યો છે.

તમને જણાવી દઈએ કે ભારતની વર્તમાન સરકારે 2019માં સંસદમાં CAA રજૂ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેને બંને ગૃહોમાં સફળતા મળી. જો કે, તે દરમિયાન ઘણી જગ્યાએ હિંસક અથડામણ પણ જોવા મળી હતી. આમ છતાં સરકાર પોતાના નિર્ણય પર અડગ રહી. લોકસભા ચૂંટણી પહેલા દેશમાં CAA કાયદો લાગુ કરવામાં આવે તેવી શક્યતાઓ હતી. બરાબર એવું જ થયું. ભારતમાં ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેના થોડા મહિના પહેલા એટલે કે 11 માર્ચે કેન્દ્ર સરકારે કાયદાને લઈને તેનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું.

નાગરિકતા સંશોધન કાયદા હેઠળ, ભારતના પડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા મુસ્લિમ સમુદાયના લોકો સિવાય હિન્દુ અને શીખ સહિત અન્ય ધર્મના લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular