Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાતના નવા મંત્રીઓને કરાઈ ખાતાઓની વહેંચણી

ગુજરાતના નવા મંત્રીઓને કરાઈ ખાતાઓની વહેંચણી

ગુજરાત વિધાનસભાના મંત્રીઓની કેબિનેટ બેઠક પૂર્ણ થઇ છે. તેમાં નવા મંત્રીઓને ખાતા ફાળવવામાં આવ્યા છે. જેમાં CM સહિત 17 મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. તેમજ કેબિનેટ બેઠકમાં ખાતાની ફાળવણી કરવામાં આવી છે.

નવા મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાયો

ગુજરાત સરકારમાં આજે નવા મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુપ્તતાના શપથ લેવડાવ્યા. મુખ્યમંત્રી સહિત 17 જેટલા મંત્રીઓએ શપથ લીધા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહીત દરેક મંત્રી પ્રથમ કેબિનેટ બેઠકમાં હાજર રહેવા સચિવાલય પહોંચ્યા હતા. સચિવાલયમાં કેબિનેટ ખંડમાં પ્રથમ કેબિનેટ મળી હતી. મુખ્યમંત્રી સહીત દરેક નવા મંત્રીઓ હાજર રહ્યા હતા. સરકારના પ્રવક્તા તરીકે કનુભાઈ દેસાઈ અને ઋષિકેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular