Saturday, May 24, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદ : EVM અને VVPAT મશીન સહિતની ચૂંટણી સામગ્રી મતદાન મથક સુધી...

અમદાવાદ : EVM અને VVPAT મશીન સહિતની ચૂંટણી સામગ્રી મતદાન મથક સુધી પહોંચી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ગુરુવારે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. હવે બાકીની 93 બેઠકો પર બીજા તબક્કનું મતદાન સોમવારે થવાનું છે. ત્યારે આજે તમામ મતદાન મથકો પર તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. દરેક બુથ પર EVM સહિતની જરૂરી સામગ્રી મોકલી દેવામાં આવી છે.  શહેરના જુદા જુદા સેન્ટર પર રખાયેલા EVM અને VVPAT મશીનને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મતદાન મથકો માટે સોંપવામાં આવ્યા હતા.

અધિકારીઓ અને કર્મચારીઓએ સંપૂર્ણ ચકાસણી બાદ ચૂંટણીની સામગ્રી સ્વીકારી હતી. શહેરની એ.એમ.ટી.એસ બસોમાં પોલીસ ફોર્સ, અર્ધ લશ્કર દળના જવાનોના જાપ્તામાં ચૂંટણીની સામગ્રીનું અવલોકન અને સ્થળાંતર કરવામાં આવ્યું હતું. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની ચૂંટણી પૂર્વે ચૂંટણીના મથકો સુધી સામગ્રી વ્યવસ્થિત રીતે પહોંચે એ માટે સમગ્ર તંત્ર કામે લાગી ગયુ હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular