Friday, June 13, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદમાં રીક્ષા અને ટેક્ષીની હડતાળ, જાણો શું છે માંગ?

અમદાવાદમાં રીક્ષા અને ટેક્ષીની હડતાળ, જાણો શું છે માંગ?

અમદાવાદ:શહેરનાં રીક્ષા તેમજ ટેક્સી ચાલકો આજે હડતાળ પર ઉતરતા આશરે અઢી લાખ રીક્ષા તેમજ 80,000 જેટલી ટેક્સીનાં પૈડા થંભી જવા પામ્યા હતા. રીક્ષા ચાલકો દ્વારા છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન એપ્લિકેશનનાં માધ્યમથી ચાલતા સફેદ નંબર પ્લેટ ધરાવતા ટુ વ્હીલરને બંધ કરાવવા માટે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય ન આવતા હડતાળ પર ઉતર્યા છે.

અમદાવાદમાં ઓનલાઈન એપ્લિકેશનમાં ચાલતી રીક્ષા તેમજ ટેક્સી ડ્રાયવરોએ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા યોગ્ય વળતર નહી આપતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તેમજ તેઓ દ્વારા અન્ય સુવિધા પણ નહી અપાતી હોવાનો આક્ષેપ પણ કર્યો છે. રીક્ષા તેમજ ઓટો રિક્ષા ચાલકો અચાનક જ હડતાળ પર ઉતરી જતા બહાર ગામથી આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. તો એરપોર્ટ તેમજ રેલ્વે સ્ટેશન જેવા સ્થળોએ બહારગામથી આવતા લોકોને હડતાળને પગલે અનેક કિલોમીટર સુધી ચાલતા જવું પડશે.

રિક્ષા તેમજ ટેક્સી ચાલકો દ્વારા 22 જુલાઈનાં રોજ અમદાવાદ જીલ્લા કલેક્ટરને મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી હતી. જેમાં તેઓ દ્વારા બે માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.

  • ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ચાલતા સફેદ નંબર પ્લેટવાળા ટુ વ્હીલર બંધ કરવામાં આવે
  • ઓનલાઈન એપ્લિકેશન ઉપર અને રેપીડો દ્વારા કરવામાં આવતી હેરાનગતિને લઈ રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ પણ કોઈ નિર્ણય ન આવતા રીક્ષા ચાલકો ગાંધીચિંંધ્યા માર્ગે વિરોધ કર્યો હતો. તેમ છતાં પણ જો કોઈ નિરાકરણ ન આવે તો ઓટો તેમજ ટેક્સી ચાલકો દ્વારા હડતાળ લંબાવવાની ચીમકી ઉચ્ચારી હતી.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular