Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratનવરાત્રિ પૂર્વે રાસ ગરબાના રસિયાઓમાં ભારે ઉત્સાહ!

નવરાત્રિ પૂર્વે રાસ ગરબાના રસિયાઓમાં ભારે ઉત્સાહ!

અમદાવાદ: આસો સુદ એકમથી શક્તિની આરાધનાના દિવસો એટલે કે નવરાત્રિ અનુષ્ઠાનની શરૂઆત થઈ જશે. આ ધાર્મિક ઉત્સવને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ ઉત્સાહથી ઉજવે છે. નવરાત્રિના મહોત્સવની ઉજવણી માટે વિશ્વ આખાયમાં આયોજકોની સાથે ખેલૈયા પણ પૂર જોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. ગામડાંની શેરીઓ, ચોરા, શહેરની સોસાયટીઓ કે ક્લબો, પાર્ટી પ્લોટ જ્યાં ગરબા યોજાવાના હોય ત્યાં આ વર્ષે મંડપ ડેકોરેશન સજાવટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે પણ તમામ તહેવારો, ઉત્સવોની ઉજવણીમાં લોકો ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે. ગણેશોત્સવ હોય કે નવરાત્રિ બમણાં ઉત્સાહથી લોકો બહાર આવી આસ્થા સાથે આનંદ મેળવી રહ્યા છે. શાળા કોલેજોના પૂર્વ વિદ્યાર્થીઓ, ક્લબો, પાર્ટી પ્લોટ અને રિસોર્ટમાં રાસ ગરબાની ઉજવણીના હોર્ડિંગ્સ લાગી ગયા છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ વર્ષે પણ રાસ ગરબાની તાલીમ આપતા ગરબા ક્લાસિસોમાં મોટી સંખ્યામાં લોકો શીખવા માટે જઇ રહ્યા છે. જેમાં દરેક વયજૂથના લોકો રાસ ગરબાની તાલીમ લઈ રાસ ગરબાના અવનવા સ્ટેપ્સ શીખે છે. ગરબાની મોજ લેતા ગૃપ આ વર્ષે રાસ ગરબાના નવા સ્ટેપ, સ્ટાઇલને શીખી સોશિયલ મીડિયા પર મુકી વાયરલ કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ગુરુવારની વહેલી સવારે ‘પનઘટ પરફોર્મિંગ આર્ટ’ ગરબાના ગ્રુપ સાથે જોડાયેલા લોકો દ્વારા સંપૂર્ણ ટ્રેડિશનલ ડ્રેસ સાથે રાસ ગરબાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. દેશ વિદેશમાં વિશાળ સ્ટેજ પર તેમજ અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પરંપરાગત પહેરવેશ સાથે પનઘટ દ્વારા ઘણાં વર્ષોથી હજારો કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા છે. પરંપરાગત રાસ ગરબાના પ્રચલિત ગ્રુપ પનઘટ પરફોર્મિંગ આર્ટના ચેતન દવે ચિત્રલેખા.કોમને કહે છે, “અમારું ‘ગરબા ગ્રુપ’ ગુજરાતના જુદા-જુદા શહેર, રાજ્યોની સાથે વિદેશમાં પણ આપણી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરે છે. દેશ-વિદેશમાં આ ગ્રુપ રાસ-ગરબાના ઘણાં શો પરફોર્મ કરી આવ્યું છે. તાજેતરમાં જ મકાઉ ખાતે યોજાયેલા ટ્રેડિશનલ ફોક ફેસ્ટિવલમાં અમારા ગ્રુપે ભાગ લીધો હતો. વાયબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમમાં વિદેશી મહેમાનો આપણી સંસ્કૃતિની ભવ્યતાથી ખૂબ જ પ્રભાવિત થાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગરબા વિશે વિશ્વ જાણતું થયું હોવાથી દેશ-વિદેશમાં રાસ ગરબાને અદ્ભુત પ્રતિસાદ મળે છે. જ્યાં ગરબા થાય કે તરત જ સૌ ઝુમી ઉઠે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular