Monday, May 19, 2025
Google search engine
HomeNewsNationalલખનૌની અનેક હોટલોને બોમ્બથી ઉડાવી ધમકી

લખનૌની અનેક હોટલોને બોમ્બથી ઉડાવી ધમકી

ફ્લાઈટ અને સ્કૂલો બાદ હવે રાજધાની લખનૌની ઘણી હોટલોને બોમ્બની ધમકી મળી છે. જે બાદ પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. રાણા પ્રતાપ માર્ગ પર આવેલી હોટેલ ફોર્ચ્યુન, કાનપુર રોડ પર આવેલી લેમન ટ્રી, શહેરમાં આવેલી હોટેલ મેરિયોટ સહિતની ઘણી હોટેલોને ધમકીભર્યા મેલ મળ્યા છે. માહિતી મળતાની સાથે જ બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ હોટલોમાં પહોંચી ગઈ છે.

મેલ મોકલનારએ લખ્યું છે કે, તમારી હોટલના પરિસરમાં કાળી બેગમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. મારે 55 હજાર ડોલર (લગભગ 45.6 લાખ રૂપિયા) જોઈએ છે, નહીં તો હું બોમ્બથી ઉડાવી દઈશ. ઉપરાંત જો કોઈ બોમ્બને ડિફ્યુઝ કરવાનો પ્રયાસ કરશે તો હું તેને ઉડાવી દઈશ.

બીજી તરફ બેંગલુરુથી અયોધ્યાના મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ પર આવી રહેલી અકાસા એરલાઈન્સની ફ્લાઈટ નંબર 1821માં બોમ્બ હોવાની માહિતી મળતાં સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો હતો. આ માહિતી મળતાની સાથે જ એરપોર્ટ પર ઈમરજન્સી મીટિંગ શરૂ કરવામાં આવી છે અને ફ્લાઈટમાં રહેલી સુરક્ષા એજન્સીઓ સઘન તપાસમાં લાગેલી છે. અધિકારીઓએ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular