Thursday, May 15, 2025
Google search engine
HomeNewsNationalJPCની બેઠકમાં બોટલ તોડનાર TMC સાંસદ સામે કાર્યવાહી

JPCની બેઠકમાં બોટલ તોડનાર TMC સાંસદ સામે કાર્યવાહી

વકફ બિલ પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠક દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા અને પશ્ચિમ બંગાળના શ્રીરામપુરના સાંસદ કલ્યાણ બેનર્જી અને ભાજપના નેતા અભિજિત ગંગોપાધ્યાય વચ્ચે ઉગ્ર દલીલ બાદ બેઠકમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન કલ્યાણ બેનર્જીએ ગુસ્સામાં કાચની પાણીની બોટલ તોડી નાખી, જેના કારણે તેમની પોતાની આંગળીમાં ઈજા થઈ. ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીને આ વર્તન બદલ વકફ બિલ પર જેપીસીમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વકફ બિલ પર જેપીસીના સભ્ય બેનર્જીએ સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલ વિરુદ્ધ અસંસદીય ભાષાનો ઉપયોગ કરવા અને કાચની બોટલ તોડીને તેમના પર ફેંકવા બદલ લોકસભાના નિયમો 261 અને 374 (1) (2) હેઠળ એક દિવસ અને બે બેઠકો સ્થગિત કરવામાં આવી હતી. માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. બેનર્જીના સસ્પેન્શનની માગણીના પ્રસ્તાવની તરફેણમાં નવ અને વિરોધમાં આઠ મત પડ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular