Saturday, June 7, 2025
Google search engine
HomeNewsGujaratACP જીતેન્દ્ર યાદવ અને સમીર અબ્બાસીની ટીમે જીત્યો કાસ્ય પદક

ACP જીતેન્દ્ર યાદવ અને સમીર અબ્બાસીની ટીમે જીત્યો કાસ્ય પદક

અમદાવાદ: ઈન્ડિયન માસ્ટર્સ (વેટરન) નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2024માં અમદાવાદ સાઈબર ક્રાઈમના ACP જીતેન્દ્ર યાદવ અને સમીર અબ્બાસીની ટીમે મેન્સ ડબલ્સમાં કાંસ્ય પદક જીત્યો છે.

હાલમાં જ પંચકુલા ખાતે “યોનેક્સ સન રાઈઝ 46th ઈન્ડિયન માસ્ટર્સ (વેટરન) નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2024 યોજાઈ હતી. જેમાં મેન્સ ડબલ્સ કેટેગરીમાં ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પોલીસ કમિશનર જીતેન્દ્ર યાદવ અને બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડેમીના હેડકોચ સમીર અબ્બાસીની ટીમે કાસ્ય પદક જીત્યો છે. તેમણે મહારાષ્ટ્રના પરાગ એકાંદે અને સચીન ભારતીની ટીમને ક્વાટર ફાઈનલ્સમાં 21-13 અને 21-07થી પરાજય આપ્યો હતો. બીજી તરફ સમીર અબ્બાસી અને પૂજા મહેતાની ટીમે મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular