Friday, May 16, 2025
Google search engine
HomeNewsEntertainmentફિલ્મ 'કંતારા'ની સ્ટારકાસ્ટ સાથે અકસ્માત, કલાકારોથી સવાર બસ પલટી

ફિલ્મ ‘કંતારા’ની સ્ટારકાસ્ટ સાથે અકસ્માત, કલાકારોથી સવાર બસ પલટી

મુંબઈ:પાન ઈન્ડિયા ફિલ્મ ‘કંતારા ચેપ્ટર 1’નું શૂટિંગ કર્ણાટકમાં થઈ રહ્યું છે, પરંતુ આજે આ ફિલ્મ સાથે જોડાયેલા એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ફિલ્મના ઘણા કલાકારો અકસ્માતનો શિકાર બન્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શૂટિંગ પછી સેટ પરથી પરત ફરી રહેલા કલાકારોની બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ઘણા જુનિયર કલાકારોને ગંભીર ઈજાઓ થઈ છે. ઉડુપી જિલ્લામાં બસ પલટી જતાં ‘કંટારા’ની પ્રિક્વલના છ જુનિયર કલાકારો ઘાયલ થયા છે. આ અંગેની માહિતી પોલીસે સોમવારે આપી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસે માહિતી આપી હતી

પોલીસના જણાવ્યા અનુસાર ફિલ્મ ટીમને લઈ જઈ રહેલી મિની બસ રવિવારે રાત્રે જડકલ પાસે પલટી ગઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ જડકલના મુદુરમાં શૂટિંગ પૂર્ણ કરીને કોલ્લુર પરત ફરી રહ્યા હતા.” મિની બસમાં 20 જુનિયર કલાકારો હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના બાદ ઘાયલોને જડકલ અને કુંડાપુરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. કોલ્લુર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હાલમાં, ફિલ્મ નિર્માતાઓ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. આશા છે કે પ્રોડક્શન હાઉસ આ કલાકારોની સારવારની જવાબદારી લેશે.

ફિલ્મ સંબંધિત માહિતી

તમને જણાવી દઈએ કે, ‘કંતારા’ વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી. 16 કરોડના સામાન્ય બજેટમાં બનેલી આ ફિલ્મે 207 કરોડની કમાણી કરી હતી. 2 કલાક 30 મિનિટની આ ફિલ્મ પૌરાણિક લોકકથા પર આધારિત હતી. સિનેમેટોગ્રાફી, શાનદાર ડિરેક્શન અને સ્ટોરી લાઇનએ લોકોનું ઘણું મનોરંજન કર્યું. આ ફિલ્મ ઋષભ શેટ્ટીએ ડિરેક્ટ કરી હતી અને તે ફિલ્મનો મુખ્ય હીરો પણ હતો. તેનું નિર્માણ હોમ્બલે ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મને બે નેશનલ એવોર્ડ પણ મળ્યા હતા. હવે તેની પ્રિક્વલ પણ આવી રહી છે. આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. આ જાહેરાત બાદથી ચાહકો ઉત્સાહમાં છે. ‘કંતારાઃ ચેપ્ટર 1’ 2 ઓક્ટોબર, 2025ના રોજ રિલીઝ થશે. આમાં પણ ઋષભ શેટ્ટી લીડ રોલમાં છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular