Thursday, May 15, 2025
Google search engine
HomeNewsGujaratઅભિવ્યક્તિ આર્ટ્સ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિનો ૨૧મી નવેમ્બરથી પ્રારંભ

અભિવ્યક્તિ આર્ટ્સ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિનો ૨૧મી નવેમ્બરથી પ્રારંભ

અમદાવાદ: ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર સંચાલિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિનો પ્રારંભ શહેરમાં ૨૧ નવેમ્બરથી થશે. એક પખવાડિયા સુધી ચાલનાર આ કલાના મહાસંગમ સમાન કાર્યક્રમના પ્રી-કર્સર તરીકે તારીખ ૧૭મી નવેમ્બરના રોજ નૃત્ય અને નાટકનું જીવંત પ્રદર્શન યોજાશે.પ્રી-ઇવેન્ટ પ્રદર્શનમાં આઇકોનિક ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે ગુજરાતી રંગમંચનું પ્રથમ હારોળનું નામ ગણાતા ચેતન દૈયા દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત વ્યંગાત્મક નાટ્ય પ્રસ્તૃતિને રજૂ કરવામાં આવશે. ત્યાર બાદ કથ્થક નૃત્યકાર (જયપુર ઘરાના)માં વિશારદ ધ્રુતિ જોશી દ્વારા શાનદાર નૃત્ય પ્રદર્શન રજૂ કરવામાં આવશે. આ પ્રીમિયર પ્રદર્શન અમદાવાદના કલાપ્રેમી દર્શકોને આગામી છઠ્ઠી આવૃત્તિમાં તેમના માટે ક્યાં-કયાં પ્રદર્શન છે તેની ઝલક આપશે.પોતાની અગાઉની આવૃત્તિઓની જેમ જ અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિ પણ પોતાની સાથે કલા અને પ્રદર્શનની નવી રજૂઆતો સાથે દર્શકો માટે નવો એક અનુભવ લઈને આવી રહી છે. અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ માનવીની વિવિધ વાર્તાઓની વિશાળ તણા-બાણમાં વણાયેલ વિવિધ વિચારો અને પરિપ્રેક્ષ્યોને સામે લાવે છે. આ વર્ષની થીમ #StoriesFromTheSoul રાખવામાં આવેલ છે. જેના ઉપરથી જ સ્પષ્ટ થઈ જાય છે કે પ્રદર્શનનો ઉદ્દેશ્ય વ્યક્તિઓ વચ્ચે રહેલ કનેક્શન, અભિવ્યક્તિ અને સહિયારા અનુભવો સાથે દરેક હૃદયને સ્પર્શવાનો છે.અભિવ્યક્તિનું વિઝન અને મિશન ઉભરતી પ્રતિભાઓની ઓળખ કરવી, તેમને સમર્થન આપવુ અને તમામ શૈલીના કલાકારોને શહેરીજનો સમક્ષ પોતાની કલા રજુ કરવા માટે યોગ્ય મંચ પુરૂ પાડવાનો છે. અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, સ્થાપન અને રંગમંચથી માંડીને અસંખ્ય કલા સ્વરૂપોનો સમાવેશ થાય છે. અભિવ્યક્તિનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ગુણવત્તાયુક્ત કલાને લોકો સુધી તદ્દન નિઃશુલ્ક પહોંચાડવાનો છે.

અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિ ૨૧મી નવેમ્બરથી ૦૮મી ડિસેમ્બર, ૨૦૨૪ દરમિયાન યોજાઈ રહી છે. આ વર્ષે ૪૯ કલાકારો ૫૦ પ્રદર્શન રજૂ કરશે. આ ઉપરાંત ૪૭ કલાકારો દ્વારા ૪૬ વિઝ્યુઅલ આર્ટ ડિઝાઇન અને સેટઅપ કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular