Thursday, May 29, 2025
Google search engine
HomeNewsNationalમની લોન્ડરિંગ કેસમાં કોર્ટે AAP નેતા સત્યેન્દ્ર જૈનની જામીન અરજી ફગાવી

મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે AAP નેતા સત્યેન્દ્ર જૈનની જામીન અરજી ફગાવી

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈન, જે મની લોન્ડરિંગના કેસમાં જૂન 2022 થી જેલમાં બંધ છે, તેમને હાલ જેલમાં જ રહેવું પડશે. ગુરુવારે રાઉઝ એવન્યુ ખાતેની વિશેષ અદાલતે જૈનની જામીન અરજી ફગાવી દીધી હતી. વિશેષ ન્યાયાધીશ વિકાસ ધૂલે જૈન તેમજ સહ-આરોપી વૈભવ જૈન અને અંકુશ જૈનને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. આ પહેલા 10 નવેમ્બરે કોર્ટે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

સત્યેન્દ્ર જૈન 12 જૂનથી જેલમાં 

છેલ્લી સુનાવણી દરમિયાન વિશેષ ન્યાયાધીશ વિકાસ ધુલની કોર્ટે કહ્યું હતું કે હજુ સુધી આદેશ તૈયાર કરવામાં આવ્યો નથી. મંત્રીની અરજી પર ગુરુવારે બપોરે 2 વાગ્યે નિર્ણય સંભળાવવામાં આવશે. આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં 12 જૂન, 2022થી ન્યાયિક કસ્ટડીમાં છે. ED દ્વારા 30 મેના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ED એ આરોપ લગાવ્યો છે કે જૈને કેટલાય હવાલા ઓપરેટરોને રોકડ પુરી પાડી હતી. જ્યારે જૈને EDના આરોપોને ફગાવી દીધા છે. આ કેસમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular