Friday, November 21, 2025
Google search engine
HomeNewsGujaratAAPએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે નવી યાદી કરી જાહેર

AAPએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે નવી યાદી કરી જાહેર

ગુજરાત ચૂંટણી 2022: શનિવારે (12 નવેમ્બર), આમ આદમી પાર્ટી (AAP) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 3 ઉમેદવારોની 15મી યાદી બહાર પાડી છે. આ યાદીમાં આમ આદમી પાર્ટી (AAP) એ માતર વિધાનસભા બેઠક પરથી જાહેર કરાયેલા ઉમેદવાર મહિપત સિંહની ટિકિટ કાપીને લાલજી પરમારને નવા ઉમેદવાર બનાવ્યા છે.

182 બેઠકો માટે ઉમેદવારો જાહેર

બીજી તરફ સિદ્ધપુરથી મહેન્દ્રસિંહ રાજપૂતને ટિકિટ આપવામાં આવી છે જ્યારે ત્રીજી બેઠક પર મહેન્દ્રસિંહ પાટીલને ઉધના વિધાનસભાની ટિકિટ આપવામાં આવી છે. આ રીતે પાર્ટીએ ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે.

આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાત ભરમાં આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે. આ વિધાનસભા ચૂંટણીમાં આપની સરકાર બનવા જઈ રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular