Friday, June 13, 2025
Google search engine
HomeNewsInternationalઅઝરબૈજાનથી રશિયા જઈ રહેલી ફ્લાઈટ ક્રેશ, 42 ના મોત

અઝરબૈજાનથી રશિયા જઈ રહેલી ફ્લાઈટ ક્રેશ, 42 ના મોત

અઝરબૈજાનથી રશિયા જઈ રહેલી ફ્લાઈટ કઝાકિસ્તાનમાં ક્રેશ થઈ ગઈ છે. ફ્લાઈટમાં 67 લોકો સવાર હતા. કઝાકિસ્તાનના ઈમરજન્સી મંત્રાલયનું કહેવું છે કે આ દુર્ઘટનામાં 42 લોકોના મોત થવાની આશંકા છે. મંત્રાલયે એક નિવેદનમાં પુષ્ટિ કરી છે કે પાંચ ક્રૂ સભ્યો સહિત પ્લેનમાં 67 લોકો સવાર હતા. આ અકસ્માતમાં 25 લોકોનો આબાદ બચાવ થયો છે.

 

વિમાન અઝરબૈજાનના બાકુથી રશિયાના ચેચન્યાની રાજધાની ગ્રોઝની જઈ રહ્યું હતું. પક્ષીઓના ટોળા સાથે અથડાયા બાદ વિમાનને નુકસાન થયું હતું. આ અકસ્માત રનવે પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાના પ્રયાસ દરમિયાન થયો હતો.

 

જે વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું તે અઝરબૈજાન એરલાઈન્સનું હતું. કઝાકિસ્તાનના પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે ક્રેશ થયેલા વિમાનમાં 62 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર સવાર હતા. અઝરબૈજાને એરલાઈનને ટાંકીને કહ્યું કે દુર્ઘટનાનું કારણ વિમાન અને પક્ષીઓના ટોળા વચ્ચેની અથડામણ હતી. અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં એક પ્લેન જમીન પર ક્રેશ થતું અને આગના ગોળામાં ફેરવાઈ રહ્યું છે. અઝરબૈજાન એરલાઈન્સ તરફથી અકસ્માત અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

બ્રાઝિલમાં પણ અકસ્માત થયો હતો

તાજેતરમાં જ બ્રાઝિલમાં વિમાન દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલા 10 લોકો પ્લેનમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર હતા. બ્રાઝિલની સિવિલ પ્રોટેક્શન એજન્સીએ જણાવ્યું કે આ ઘટનામાં જમીન પર બેઠેલા એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.

એજન્સીએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, વિમાન એક ઘરની ચીમની સાથે અથડાયું અને પછી એક મોટા રહેણાંક વિસ્તારમાં મોબાઇલ ફોનની દુકાનને ટકરાતા પહેલા બિલ્ડિંગના બીજા માળે અથડાયું. જમીન પર હાજર એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. તેઓને હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતનું કારણ શું હતું તે સ્પષ્ટ થયું નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular