નવી દિલ્હી: ફ્રેશવોટર એક્શન નેટવર્ક સાઉથ એશિયા(FANSA) અને વિશ્વ યુવક કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે પાણી, સ્વચ્છતા અને હાઈજીનના વિષય ઉપર યુવાનો અને સમુદાયોને સશક્તિકરણ માટે એક ખાસ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે 10મી થી 14મી સપ્ટેમ્બર સુધી યોજાશે. સાઉથ એશિયન કોન્ક્લેવમાં ભારત, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, માલદિવ્સ, શ્રીલંકા સહિતના વિવિધ દેશોમાંથી 150થી વધુ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા છે. સાઉથ એશિયન કોન્ક્લેવનું ઉદ્ઘાટન ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી અને લઘુમતી બાબતોના રાજ્ય મંત્રી જી. કુરિયનના હસ્તે કરવામાં આવ્યું હતું.ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મયુર જોષી ફેનસા ઇન્ડિયાના કો. કન્વિનર તરીકે કાર્યરત છે. આ કોન્ક્લેવમાં તેમણે “મુક્ત વાતો – યોગ્ય માસિક સ્વચ્છતા તેમજ વ્યવસ્થાપન પ્રથાઓને પ્રોત્સાહિત કરવા માટે ક્રિયાત્મક પગલાં” નામના વિષય પર સેમિનાર લીધો હતો. ડો. મયુર જોષીએ માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન સારું સમાજમાં ફેલાયેલ કલ્પિત વાતો અને તેના દ્વારા પડતી મુશ્કેલીઓ અંગે વાત કરી હતી. તેમની સાથે પેનલમાં ડો. નીલુ શ્રીવાસ્તવ, ડો. અરુંધતી મુરલીધરન, ડો શોભારાની અને મનીષ શર્મા જોડાયા હતા. સ્ત્રીઓને માસિક દરમિયાન થતી સમસ્યાઓ અને સમાજના વર્તન અને વ્યવહાર અંગેના તેમના અનુભવોની વાત કરી હતી.
કાર્યક્રમના અંતે ડો. મયુર જોષીનું ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા સામાજિક અને ખાસ કરીને સ્વછતા અને આરોગ્યના ક્ષેત્રે કાર્ય કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. ડો. મયુર જોષીએ ટીમ ઉદગમ અને ફેનસા ઇન્ડિયાના કન્વીનર ઉદયશંકર અને સમગ્ર ફેનસા અને વિશ્વ યુવક કેન્દ્રનો આભાર માન્યો હતો.
ફેનસા કોન્ક્લેવમાં સ્ત્રીઓને માસિક દરમિયાન થતી સમસ્યાઓ અંગે ચર્ચા
RELATED ARTICLES