Friday, May 16, 2025
Google search engine
HomeNewsNational'ભારત બે વર્ષમાં વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે' : અશ્વિની વૈષ્ણવ

‘ભારત બે વર્ષમાં વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે’ : અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે ભારતીય અર્થવ્યવસ્થાને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે આગામી બે વર્ષમાં ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. કેન્દ્રીય માહિતી પ્રૌદ્યોગિકી અને સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર દ્વારા લેવામાં આવેલી નીતિઓ અને જમીની સ્તરના પગલાંને કારણે ભારત બે વર્ષમાં વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે.” મોદી સરકારના આગમનથી દેશમાં 2014થી ઝડપી સામાજિક અને આર્થિક પરિવર્તન આવ્યું છે.

અશ્વિની વૈષ્ણવે શું કહ્યું?

વૈષ્ણવે, જેઓ રેલ્વે મંત્રાલયની જવાબદારી પણ સંભાળી રહ્યા છે, તેમણે કહ્યું કે ભારતને વૈશ્વિક સ્તરે એક આકર્ષક સ્થળ તરીકે જોવામાં આવી રહ્યું છે અને વિશ્વ ભારતમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે 2014માં મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ ભારત 10મા સ્થાનેથી 5મા સ્થાને આવી ગયું છે અને બે વર્ષમાં દેશ દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. વૈષ્ણવે કહ્યું, છ વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તેઓ મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર આયોજિત કોન્ફરન્સમાં બોલતા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે 2047 સુધીમાં ભારત વિકસિત દેશ બની જશે.

જણાવી દઈએ કે કેન્દ્રમાં મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે મોંઘવારી અને બેરોજગારી પર સરકાર પર આકરા પ્રહારો કરતા કોંગ્રેસે નવ પ્રશ્નો પૂછ્યા છે તો બીજી તરફ સરકાર ઉજવણી કરી રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના વચનો પૂરા કર્યા નથી. બીજી તરફ ભાજપે આ પ્રશ્નોને જુઠ્ઠાણાનું પોટલું ગણાવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular