Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsNationalTDP વડા ચંદ્રબાબુ નાયડુના રોડ શો દરમિયાન નાસભાગ, 7 ના મોત

TDP વડા ચંદ્રબાબુ નાયડુના રોડ શો દરમિયાન નાસભાગ, 7 ના મોત

બુધવારે નેલ્લોર જિલ્લાના કંદુકુર ખાતે TDP વડા અને આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુના રોડ શો દરમિયાન નાસભાગમાં 7 થી વધુ લોકોના મોત થયા હતા. આ દરમિયાન અનેક લોકો ઘાયલ પણ થયા છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ તેમના પક્ષના પ્રચારના ભાગ રૂપે જિલ્લાની મુલાકાતે હતા અને તેમના સ્વાગત માટે હજારો સમર્થકો કંડુકુર ખાતે એકઠા થયા હતા.

ઘટના બાદ ચંદ્રાબાબુ નાયડુ રોડ શો અધવચ્ચે છોડીને હોસ્પિટલ ગયા જ્યાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે. તેમણે દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના નજીકના સંબંધીઓને 10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.

7 લોકોના મોત 

TDP નેતા એન ચંદ્રબાબુ નાયડુ દ્વારા આજે નેલ્લોર જિલ્લાના કંદુકુર ખાતે આયોજિત જાહેર સભા દરમિયાન પક્ષના કાર્યકરો વચ્ચે થયેલી ઝપાઝપીમાં સાત TDP કાર્યકરો માર્યા ગયા હતા, પોલીસે જણાવ્યું હતું. 7 લોકોએ જીવ ગુમાવ્યા, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભાજપના નેતાએ શોક વ્યક્ત કર્યો હતો

બીજેપી નેતા કે વિષ્ણુ વર્ધન રેડ્ડીએ આ ઘટના પર ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું, “આંધ્રપ્રદેશના કંદુકુર ખાતે ટીડીપીની એક રેલીમાં નાસભાગમાં 7 થી વધુ લોકોના મોત થયા અને ઘણા ઘાયલ થયા. હું રાજ્ય સરકારને વહેલી તકે કટોકટી-તબીબી સહાય પ્રદાન કરવા વિનંતી કરું છું. અને પીડિત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ.”

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular