Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratબીજા તબક્કાના મતદાન માટે 12081 કર્મચારીઓએ કર્યું બેલેટ પેપરથી મતદાન

બીજા તબક્કાના મતદાન માટે 12081 કર્મચારીઓએ કર્યું બેલેટ પેપરથી મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ચૂંટણી ફરજ પરના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો તેમના મતના અધિકારનો ઉપયોગ કરવા માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટ દ્વારા સળંગ દિવસોમાં વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ અને હોમગાર્ડ અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ 21 વિધાનસભા મતવિસ્તારો માટે કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું. અમદાવાદ જિલ્લામાં 2 દિવસમાં પોસ્ટલ બેલેટ દ્વારા કુલ 12081 પોલીસ અને હોમગાર્ડ જવાનોએ મતદાન કર્યું હતું, જેના પરિણામે કુલ 87.35 ટકા પોલીસ અને હોમગાર્ડ જવાનોએ મતદાન કર્યું હતું. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા ઉભી કરાયેલી ખાસ મતદાન સુવિધા અંતર્ગત પોલીસકર્મીઓએ મતદાન કરીને ફરજ બજાવી હતી. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા ઉભી કરવામાં આવેલી ખાસ મતદાન સુવિધા અંતર્ગત પ્રથમ દિવસે 9908 પોસ્ટલ બેલેટથી મતદાન થયું હતું અને પોલીસકર્મીઓએ મતદાન કરીને પોતાની ફરજ બજાવી હતી.

પ્રથમ દિવસે 9908 અધિકારીઓ-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું

અમદાવાદ જિલ્લામાં પોસ્ટલ વોટિંગ માટે કુલ 13829 પોલીસ અને હોમગાર્ડના જવાનોએ નોંધણી કરાવી હતી જેમાંથી 12081 પોલીસ અને હોમગાર્ડના જવાનોએ મતદાન કર્યું હતું. આમ કુલ 87.35 ટકા મતદાન થયું હતું. વિધાનસભા ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓ માટે ચૂંટણી પંચ દ્વારા બનાવવામાં આવેલી ખાસ મતદાન સુવિધા હેઠળ અમદાવાદ જિલ્લાના પાંચ કેન્દ્રો પર 25 અને 26 નવેમ્બરના રોજ પોલીસકર્મીઓ માટે મતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે અમદાવાદ જિલ્લાના પોલીસ અને સુરક્ષા જવાનો માટે અલગ-અલગ પાંચ કેન્દ્રો પર સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી પોલીસ કર્મચારીઓ મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જ્યાં લોકશાહીના મહાન પર્વમાં ચૂંટણીને લઈને પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ જવાનોમાં ઉત્સાહ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે

ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. તેમજ 8મી ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન યોજાશે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્રની મોરબી, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. તેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular