Tuesday, July 15, 2025
Google search engine
HomeGalleryEventsVIP VOTING: ગુજરાતના દિગ્ગજ નેતાઓ અને જાણીતી હસ્તિઓએ કર્યું મતદાન

VIP VOTING: ગુજરાતના દિગ્ગજ નેતાઓ અને જાણીતી હસ્તિઓએ કર્યું મતદાન

ગુજરાત: આજરોજ 7 મે, 2024ના ગુજરાતની 25 લોકસભા બેઠક પર ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના દિગ્ગજ નેતાઓઓ કયા શહેરમાં અને કયા બૂથ પરથી મતદાન કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 07.45 કલાક આસપાસ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાંત વિદ્યાલયના પોલિંગ બૂથ પરથી મતદાન કર્યું.કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પરિવાર સાથે નારાયણપુરા વિસ્તારમાં આવેલ સબ ઝૉનલ ઓફિસ ખાતે મતદાન કર્યું હતું.કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પત્ની સાથે પોતાના વતન હણોલ ખાતે મતદાન કર્યું. મતદાન કર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુત્ર અનુજ પટેલ સાથે ઘાટલોડિયા વિસ્તારમાં મતદાન મતદાન કર્યું હતું. સી. આર. પાટીલે સુરતના ભટાર વિસ્તારમાં આવેલ ઉમાભવન પાસેની ઉત્તર ગુજરાત સ્કૂલમાં મતદાન કર્યું.

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પત્ની, દીકરા અને પુત્રવધુ સાથે અમદાવાદના મકરબા વિસ્તારમાં મતદાન કર્યું.ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ગાંધીનગરના સેક્ટર-19 સુવિધા કેન્દ્ર પર મતદાન કર્યું.

પૂનમ માડમે જામનગરમાં મતદાન કર્યું.વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાધનપુરના વડનગરમાં મતદાન કર્યુંરાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ દ્વારકામાં મતદાન કર્યું.કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ મતદાન કર્યું.લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતના ચર્ચિચ ચહેરાઓમાંના એક કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે પોતાના વતન અબાસણામાં મતદાન કર્યું.રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે નવસારી મત વિસ્તાર માટે મતદાન કર્યું.આણંદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ આંકલાવના કેશવપુરા પ્રાથમિક શાળામાં મતદાન કર્યુંકથાકાર મોરારિ બાપુએ કર્યું મતદાન, તલગાજરડા ખાતે મતદાન કરી પોતાની ફરજ નિભાવી.

ભાજપ નેતા ભરત પંડ્યાએ ગાંધીનગર લોકસભામાં આવતાં બોપલ ખાતે આવેલી સેન્ટ અન્સ શાળાનાં બુથમાં પરિવાર સાથે મતદાન કર્યું.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ મતદાન કર્યું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular