Thursday, May 15, 2025
Google search engine
HomeGalleryCultureઆ ધૂળેટીએ લોકોએ રંગોત્સવની ભરપૂર મજા માણી

આ ધૂળેટીએ લોકોએ રંગોત્સવની ભરપૂર મજા માણી

હોલિકા દહન પછી રંગોત્સવના ઉમંગ અને ઉત્સાહે વેગ પકડ્યો. એક સાથે શનિવાર, રવિવાર અને સોમવારના રજાના માહોલથી મોટી સંખ્યામાં લોકો રંગોત્સવમાં જોડાયા હતા. શેરીઓ, સોસાયટીઓ, ક્લબો, ધાર્મિક સ્થળો અને હરવા ફરવાના સ્થળો પર લોકોએ ધૂળેટીનું પર્વ મજાથી ઉજવ્યું.  તો સાથે સાથે ઠેરઠેર ઢોલ નગારાં, ડી.જે ના તાલે લોકો ઝુમી ઉઠ્યા હતા. હર્બલ ગુલાલ, ટ્યુબ કલર, હીરાકણી, સાબુનું ફીણ, વિવિધ રંગો, પાણીનો હોળૈયાઓએ ભરપૂર માત્રામાં ઉપયોગ કર્યો. આ વર્ષે વહેલી સવારથી જ હોળી ધુળેટી રંગોના શોખીન લોકોએ ભરપૂર મોજમસ્તી કરી.

(પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular