Wednesday, June 11, 2025
Google search engine
HomeGallerySportsસિંધુ બની સૈયદ મોદી ઈન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયન

સિંધુ બની સૈયદ મોદી ઈન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયન

પી.વી. સિંધુએ લખનઉમાં 23 જાન્યુઆરી, રવિવારે રમાઈ ગયેલી મહિલાઓની સિંગલ્સ ફાઈનલ મેચમાં ભારતની જ માલવિકા બંસોદને હરાવીને સૈયદ મોદી ઈન્ટરનેશનલ બેડમિન્ટન સ્પર્ધા-2022 જીતી લીધી હતી. ઓલિમ્પિક્સમાં બે વખત મેડલ જીતનાર સિંધુએ ફાઈનલમાં માલવિકાને 21-13, 21-16થી પરાજય આપ્યો હતો.

પુરુષોની ડબલ્સ હરીફાઈનું વિજેતાપદ મલેશિયાના માન વેઈ ચોંગ અને ટી કાઈ વૂનની જોડીએ જીત્યું હતું. ફાઈનલમાં એમણે ભારતના ક્રિષ્ના પ્રસાદ ગારગા અને વિષ્ણુવર્ધન ગૌડ પાંજલાને 21-18, 21-15થી પરાજય આપ્યો હતો. મહિલાઓની ડબલ્સનું વિજેતાપદ મલેશિયાની એન્ના ચીઓંગ ચીંગ યીક અને તિયો મેઈ શીંગે જીત્યું હતું. એમણે ફાઈનલમાં ભારતની ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદને 21-12, 21-13થી પરાજય આપ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular